November 24, 2024

iPhone 16 સિરીઝમાં હોય શકે છે આ વિશિષ્ટતાઓ

અમદાવાદ: Apple સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં iPhone 16 સીરીઝ લોન્ચ કર શકવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં કોઈ ફિક્સ તારીખ આપવામાં આવી નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તે iPhone 16 સિરીઝમાં પાંચ મોડલ લોન્ચ કરી શકે છે.

પાંચ મોડલ લોન્ચ
iPhone 16ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. એક માહિતી અનુસાર, Apple 2024માં iPhone 16 સિરીઝમાં પાંચ મોડલ લોન્ચ કરી શકે છે. એપલે ગયા વર્ષે લોન્ચ કરેલી iPhone 15 સિરીઝમાં 4 મોડલ રજૂ કરવામાં આવ્યા હતા. iPhone 16 SE, iPhone 16 Plus SE, iPhone 16, iPhone 16 Pro અને iPhone 16 Pro Max આ રીતે પાંચ મોડલ લોન્ચ થઈ શકે છે.

આ કિંમતમાં મળશે બજારમાં
ટિપસ્ટર માજીન બુએ આવનારી iPhone 16 સીરિઝ વિશે મોટો ખુલાસો કર્યો છે. જેમાં જણાવ્યા અનુસાર આ શ્રેણીમાં ઘણા વેરિએન્ટ્સ જોવા મળશે. જેમાં iPhone 16 સિરીઝમાં નવી ડિઝાઇન અને લૂકમાં પણ અલગ જોવા મળશે. કિંમતની જો વાત કરવામાં આવે તો લીક અનુસાર, iPhone 16 SE મોડલ બજારમાં $699 એટલે કે અંદાજે 58,000 રૂપિયામાં આવી શકે છે. iPhone 16 SE Plusનું 256GB સ્ટોરેજ $799 એટલે કે લગભગ રૂપિયા 66,000માં બજારમાં આવી શકે છે. iPhone 16 Proનું 256GB સ્ટોરેજ મૉડલ $999 એટલે કે અંદાજે રૂપિયા 83,000માં લૉન્ચ થઈ શકે છે. iPhone 16 સિરીઝના ટોપ મોડલ એટલે કે 256GB સ્ટોરેજ સાથે ફોન 16 Pro Max વિશે વાત કરીએ તો, તે $1099 એટલે કે અંદાજે રૂપિયા 91,000માં આવી શકે છે. મોટા ભાગના એપલ કંપનીને પંસદ કરતા ચાહકો આ ફોનની રાહ જોઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં સૌથી વધારે વેચાણ iPhone 16 સીરિઝનું આવતાની સાથે થઈ શકે છે.

કેવી હશે ડિઝાઇન?
અત્યાર સુધીમાં જે માર્કેટમાં માહિતી વાયરલ થઈ રહી છે તે અનુસાર iPhone 16 માં iPhone X અને iPhone 12 ની મિક્સ ડિઝાઇન જોવા મળશે . જો કે આ સ્માર્ટફોન ફ્રન્ટથી બિલકુલ અલગ જોવા મળશે. 6.1-inch અને 6.7-inch ડિસ્પ્લે તમને મળશે. તો iPhone 16 Pro Maxમાં 4,676mAh બેટરી હોઈ શકે છે. બ્રાન્ડ iPhone 16 માં 3,561mAh બેટરી પ્રદાન કરી શકે છે, જ્યારે iPhone 16 Plus માં 4000mAh બેટરી હશે. આ હેન્ડસેટ 40W વાયર્ડ ચાર્જિંગ અને 20W મેગસેફ ચાર્જિંગ સપોર્ટ સાથે આવી શકે છે.