November 24, 2024

મોદીએ મેડ ઇન ઇન્ડિયા 6G માટે કહી આ વાત

5G in India: ટેક્નોલોજીની બાબતમાં ભારત સતત આગળ વધી રહ્યું છે. તેની સાથે સરકાર મેડ ઈન ઈન્ડિયા 6જી માટે પણ તૈયારી કરી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ થોડા દિવસ પહેલા અમેરિકાની મુલાકાત લીધી હતી. આ સમયે મોદીએ ભારતના 5જી માર્કેટને અમેરિકા કરતા પણ મોટું ગણાવ્યું હતું. ભારતમાં 1 ઓક્ટોબર 2022 ના રોજ 5G સેવાની શરૂઆત કરવામાં આવી હતી.

5G નેટવર્કનું ઝડપી વિસ્તરણ
હાલમાં ભારતમાં બે ટેલિકોમ ઓપરેટર્સ જિયો અને એરટેલ 5G સેવા પ્રદાન કરી રહ્યા છે. Vi પણ ટૂંક સમયમાં તેની 5G સેવા શરૂ કરવાની છે. BSNLએ પણ 5G નેટવર્કનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું હોવાનું સામે આવ્યું છે. હવે સરકારી ટેલિકોમ કંપની પણ થોડા જ સમયમાં મેડ ઈન ઈન્ડિયા 5જી સેવા પૂરી પાડશે. તેના માટે સરકારે રૂપિયા 6000 કરોડનું ભંડોળ પણ બહાર પાડ્યું છે. આગામી સમયમાં તેના માટે વધુ ભંડોળ બહાર પાડવામાં આવી શકે છે.

આ પણ વાંચો: એપલના માલિક સ્ટીવ જોબ્સની ઈચ્છા સ્માર્ટફોન બનાવવાની હતી જ નહીં, એક લંચથી આવ્યો ટર્નિંગ પોઈન્ટ

મેડ ઈન ઈન્ડિયા 6જી માટેની તૈયારી
અમેરીકામાં ભારતના ટેલિકોમ માર્કેટ વિશે વાત કરતા મોદીએ કહ્યું કે અહીંનું 5જી માર્કેટ અમેરિકા કરતા પણ મોટું છે. મોદીએ કહ્યું કે હવે મેડ ઈન ઈન્ડિયા 6જી પર કામ કરવામાં આવી રહ્યું છે. ફોનને લઈને મોદીએ કહ્યું કે સસ્તા 5G સ્માર્ટફોન માટે પણ ભારત એક મોટું બજાર છે. 5G સ્માર્ટફોનની ઉપલબ્ધતાને કારણે વપરાશકર્તાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મોદી જ્યારે યુએસ પ્રવાસ પર ગયા હતા તે સમયે ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને પણ મળ્યા છે.