November 23, 2024

PM મોદી મોડેલ પર રાહુલ ગાંધીના પ્રહાર, 25 લોકો કરોડોના લગ્ન કરી શકે પરંતુ ખેડૂતો……..

Haryana Assembly Elections 2024: હરિયાણા વિધાનસભા 2024ની ચૂંટણી પહેલા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. મંગળવારે 1 ઓક્ટોબરના રોજ હરિયાણાના બહાદુરગઢમાં ચૂંટણી પ્રચાર દરમિયાન, તેમણે ન માત્ર PM મોદી દ્વારા બનાવવામાં આવેલા મોડેલ પર જ સવાલો ઉઠાવ્યા પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીના પુત્રના લગ્નનો પણ ઉલ્લેખ કર્યો હતો. જાહેર સભા દરમિયાન રાહુલ ગાંધીએ પ્રશ્નાર્થ સ્વરમાં કહ્યું, “શું તમે ક્યારેય અંબાણીના લગ્ન જોયા છે? તેઓ લગ્નમાં હજારો કરોડો રૂપિયા ખર્ચ કરે છે. તે કોના પૈસા છે? તે તમારા એટલે કે સામાન્ય લોકોના પૈસા છે.”

ઉત્તર પ્રદેશના રાયબરેલીથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે તમે લોકો સંતાનોના લગ્ન કરવા માટે બેન્કો પાસેથી લોન લો છો. પરંતુ નરેન્દ્ર મોદીએ એવું મોડેલ બનાવી દીધું છે કે 25 લોકો હજારો કરોડો રૂપિયા લગ્ન પાછળ ખર્ચ કરી શકે છે, જ્યારે દેશના ખેડૂતો દેવામાં ડૂબીને લગ્ન કરાવે છે. આ બંધારણ પર હુમલો નથી તો બીજું શું છે?

સાંભળો શું કહ્યું રાહુલ ગાંધીએ….

શું તમે મીડિયામાં કોઈ ગરીબને લગ્ન કરતા જોયા: રાહુલ ગાંધી
બહાદુરગઢમાં પોતાની રેલીમાં જનમેદનીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, “શું તમે ક્યારેય મીડિયામાં ખેડૂતનો ચહેરો જોયો છે? તમે મજૂર કે ગરીબ કારીગરનો ચહેરો જોયો છે? શું આ દેશમાં માત્ર અબજોપતિઓ અને નરેન્દ્ર મોદી જ છે? રાહુલ ગાંધીએ કહ્યું, શું તમે મીડિયામાં ક્યારેય કોઈ ગરીબને લગ્ન કરતા જોયા છે? તમે અંબાણીના લગ્ન જોયા છે”

દેવામાં ડૂબીને લગ્ન કરાવે છે ખેડૂત: રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતાએ કહ્યું, “અંબાણીએ તેમના લગ્નમાં લાખો કરોડો રૂપિયા આ પૈસા કોના છે…? તે તમારા પૈસા છે. લગ્ન કરવા માટે તમારી પાસે બેંકમાં પૈસા નથી, પરંતુ તમે લોન લઈને તમારા બાળકોના લગ્ન કરાવો છો અને નરેન્દ્ર મોદીએ દેશમાં એવું માળખું ઊભું કર્યું છે કે 25 લોકો હજારો કરોડો રૂપિયાના કરી શકે છે, પરંતુ એક કરજમાં ડૂબીને જ ખેડૂત લગ્ન કરી શકે છે.”