November 23, 2024

અજિત પવારે કહ્યું, ‘લાડલી બહેના ગેમ ચેન્જર છે

Ladli Behna Yojana Game Changer: મુંબઈમાં મહાયુતિના એનસીપી નેતા અજિત પવારે જીત માટે મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો. કહ્યું કે વિકાસને ધ્યાનમાં રાખીને જનતાએ અમને સાથ આપ્યો છે. અમારા કાર્યકરોએ ખૂબ મહેનત કરી છે.

આ પણ વાંચો: લાડલી બહેન યોજનાથી જનતાની લાડકી બની ‘મહાયુતિ’ સરકાર?

કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી
વિકાસને ધ્યાનમાં રાખીને જનતાએ અમને સાથ આપ્યો છે. કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી છે. તેણે કહ્યું કે ‘લાડલી બહેન ગેમ ચેન્જર સાબિત થઈ છે. લોકસભામાં અમારી મોટી હાર થઈ. અમે આ હાર સ્વીકારી લીધી અને સુધારા કર્યા છે. અજિત પવારે એમ પણ કહ્યું કે જ્યારથી હું રાજનીતિમાં છું ત્યારથી મેં ક્યારેય કોઈ ગઠબંધન માટે આટલી મોટી બહુમતી જોઈ નથી.