December 14, 2024

લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ

Lal Krishna Advani: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી એક વખત બગડી છે. તેમને આજે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એપોલોના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની હાલત હાલ સ્થિર છે. મેડિકલ બુલેટિન ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. લાલકૃષ્ણ અડવાણી 97 વર્ષના છે. છેલ્લા 4-5 મહિનામાં આ ચોથી વખત છે જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પહેલા તેમને 3 જુલાઈએ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા 26 જૂને તેમને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુરોલોજી વિભાગના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. બીજા દિવસે તેમની નાની સર્જરી કરવામાં આવી. થોડા સમય બાદ તેમને રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો: રાજ્યમાં હજુ 2-3 દિવસ ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યાતાઓ, અમદાવાદમાં 13 ડિગ્રી તો 7.8 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર

અડવાણી લાંબા સમયથી બીમાર
લાલકૃષ્ણ અડવાણી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. આ જ કારણ છે કે આ દિવસોમાં તેઓ પોતાના ઘરે જ રહે છે અને કોઈ પણ જાહેર કાર્યક્રમમાં હાજરી આપતા નથી. અડવાણીને આ વર્ષે દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા. પરંતુ સ્વાસ્થ્યના કારણોસર તેઓ રાષ્ટ્રપતિ ભવન ખાતેના કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. તેમને તેમના નિવાસસ્થાને જ ભારત રત્ન આપવામાં આવ્યો હતો.