December 14, 2024

અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકતો વીડિયો વાયરલ

Student Viral Video: અંકલેશ્વર શહેરમાં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકતો વીડિયો વાયરલ થયો છે. શહેરના મુખ્ય માર્ગ પર રીક્ષા ચાલક વિદ્યાર્થીઓને લઈ રોંગ સાઇડ પર જતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રીક્ષા પણ ફૂલ ભરેલી છે. આ સમયે અકસ્માત થાય છે તો તેની જવાબદારી કોની?

આ પણ વાંચો: WhatsAppમાં આવશે નવા ફિચર, મળશે હવે આ નવો અનુભવ

જીવ જોખમમાં મૂકતો વીડિયો
અનેક વખત એવા વીડિયો સામે આવે છે જેમાં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકાય છે. પરંતુ તેને લઈને કોઈ કડક કાર્યવાહી કરાતી નથી. જેનું પરિણામ એ આવે છે કે આવનારા સમયમાં પણ આવા કિસ્સા સામે આવે છે. તંત્રની ભૂલ કે બાળકોના મા-બાપની કે આવા બનાવો બને છે. અંકલેશ્વર શહેરમાં ફરી આવો વીડિયો સામે આવ્યો છે. રીક્ષા ચાલક વિદ્યાર્થીઓને લઈ રોંગ સાઇડ પર જઈ રહ્યો હતો. આ સમયે કંઈ થાય છે તો આ જવાબદારી કોણ લેશે.