પાકિસ્તાનમાં સરકારી એરલાઇનની હાલત થઈ ખરાબ, 17 પ્લેન પૈસાની અછતને કારણે કરાયા બંધ
Pakistan International Airlines: પાકિસ્તાનની સરકારી એરલાઇનની ખરાબ હાલત જોવા મળી રહી છે. 34માંથી 17 પ્લેન પૈસાની અછતને કારણે બંધ પડ્યા છે. આવું જોઈને ચોક્કસ કહી શકાય પાકિસ્તાનની હાલત કફોડી છે.
આ પણ વાંચો: છોલે ભટુરેનો ટેસ્ટ હોટેલમાં ખાતા હોય એવો આવશે, ઘરે બનાવો આ રેસીપીથી
પૈસાના અભાવે ગંભીર અસર
ગ્રાઉન્ડેડ એરક્રાફ્ટમાં લેન્ડિંગ ગિયર, એન્જિન, ઓક્સિલરી પાવર યુનિટ્સ અને અન્ય મહત્વપૂર્ણ ભાગો સહિતના આવશ્યક ઘટકો ખૂટી રહ્યા છે. તેની સાથે ભંડોળનો અભાવ અને મંત્રાલયો તરફથી યોગ્ય મંજૂરીનો અભાવ આ અછતનું મુખ્ય કારણ છે. જેની અસર દેશની રાષ્ટ્રીય એરલાઇન્સ પર પડી છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના 34 માંથી 17 એરક્રાફ્ટને સાધનોની અછતને કારણે ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમને સેવામાંથી અલગ કરી દેવામાં આવી છે.