સોમનાથ રેલવે સ્ટેશન નજીક ડિમોલિશન હાથ ધરાયું પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 5 JCB ફરી વળ્યાં

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: ગીર સોમનાથ જીલામાં ફરી એક વખત તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ હાથ ધવામાં આવી છે. સોમનાથ નજીક આવેલા રેલવે સ્ટેસન નજીક લાંબા સમયથી સરકારી જમીન પરના દબાણો હતા જે દબાણો આજે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી વ્હેલી સવારે દૂર કરવાની કામગીર હાથ ધરવામાં આવી હતી.
12 જેટલા આસામીઓને નોટિસો બજાવવામાં આવી હતી. અહીં પર રહેણાંક મકાનો અને અન્ય દબાણ હતા જે દબાણો દૂર કરવા વેરાવળ એસડી એમ મામલતદાર અને કર્મચારીઓ મોટા પોલીસ કાફલા સાથે 5 જેસીબી અને 10થી વધુ ટ્રેક્ટરો સાથે ત્રાટકયા હતા અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.