નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમાની શરૂઆત, પહેલા દિવસે જ હજારો લોકો ઉમટ્યાં
પ્રવિણ પટવારી, નર્મદાઃ ચૈત્ર માસના પ્રારંભની અમાસથી ચૈત્ર માસ સુધી 30 દિવસ સુઘી ચાલનારી નર્મદાની પંચાકોષી પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે. દરવર્ષે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા પરિક્રમામાં જોડાતા હોય છે. દેશભરમાંથી લોકો અહીંયા પરિક્રમા કરવા આવે છે. આ પરિક્રમાનું વિશેષ મહત્વ હોવાથી લોકોનું ઘોડાપૂર અહીંયા ઉમટે છે. પહેલા જ દિવસે મોટી સંખ્યાંમા ભક્તો ઉમટ્યા હતા. જો કે, પ્રસાશન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
પવિત્ર ચૈત્ર માસમાં કરવામાં આવતી નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમા હજારો વર્ષ પહેલાં માર્કંડ ઋષિએ કરી હતી. 30 દિવસ રામપુરાથી માંગરોળ ગુવાર થઈ સાહેરાવ અને ત્યાંથી નર્મદા નદી પાર કરી સામે કિનારે તિલકવાડા, ફરી રેંગણ ગામથી સામે કિનારે રામપુરા આવવાનું હોય છે. ત્યાં કીડીમકોડી ઘાટ સાથે 21 કિમી લાંબી પરિક્રમા પગપાળા ચાલીને પૂરી શ્રદ્ધાથી પૂરી કરતા હોય છે અને તેમની જે મનોકામના હોય છે તે મા નર્મદા પૂરી કરે છે. કેટલાક ભક્તો પહેલી પરિક્રમા માંગેલી વસ્તુ મળી જાય એટલે તરત માતાજીની માનતા પૂરી કર હોય છે.
આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા અડગ; જાણો A to Z માહિતી
પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નર્મદા પરિક્રમાનો રૂટ પણ યથાવત રાખ્યો છે . રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ ખાતે નાવડીઓની લાઈફ જેકેટની સુવિધાઓ સાથે બોટની સંખ્યા વધારવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે વિસામો માટે ડોમ પહેલીવાર બનાવાયો છે. પરિક્રમા પથ સહિત સુરક્ષાની વ્યવસ્થાથી ભક્તોએ ખુશી વ્યક્ત કરી હતી. તો બીજી તરફ ભોલે ગ્રુપ સહિત અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા-નાસ્તા તથા જમવાની પણ સુવિધા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતની આ 10 લોકસભા બેઠક પર ભાજપને કોંગ્રેસ કરતાં ડબલ વોટ મળ્યાં
વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન, પાર્કિંગ, આરોગ્ય, સલામતી, છાંયડો, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફિડિંગ રૂમ, કંટ્રોલરૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.