November 23, 2024

આવી રહ્યું છે Cyclone Remal, 102 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Cyclone Remal Update: દેશમાં હાલ મોટા ભાગના વિસ્તારમાં ગરમી પડી રહી છે. આજ વખતે ઘણા શહેરોમાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસને પાર થઈ ગયું છે. દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, અને ગુજરાતમાં છેલ્લા 2 અઠવાડિયાથી ભારે ગરમી પડી રહી છે. આ વચ્ચે વાવાઝોડું પણ આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે વાવાઝોડું 25 મેની સાંજ સુધીમાં બંગાળની ખાડીમાં ત્રાટકે તેવી શક્યતા છે. વાવાઝોડાના કારણે 102 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

દરિયામાં જવાની પાડી ના
ભારતીય હવામાન વિભાગે જાણકારી આપી છે કે આવતીકાલે 25 મેની સાંજ સુધીમાં વાવાઝોડું બંગાળની ખાડીમાં ત્રાટકે તેવી શક્યતા છે. વાવાઝોડું આવી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયામાં જવાની મનાઈ કરી છે. વાવાઝોડું આવવાના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ પણ પડી શકે છે. જેમાં પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરમાં વરસાદી પડી શકે છે. 25 તારીખે વાવાઝોડું ત્રાટકશે અને તેના પછીના 2 દિવસમાં વરસાદ પડશે.

આ પણ વાંચો: દિલ્હીમાં વરસાદની શક્યતા, ગુજરાતનું હવામાન કેવું રહેશે?

કેવું રહેશે ચોમાસું?
આ વખતનું ચોમાસું કેવું રહેશે તે સવાલ ચોક્કસ ખેડૂતોને થઈ રહ્યો છે. કારણ કે સતત ગરમી પડી રહી છે અને વચ્ચે હવે વાવાઝોડું આવી રહ્યું છે. ઉનાળામાં આ પહેલા પણ વરસાદ માવઠાના સ્વરૂપમાં પડી ગયો છે. જેના કારણે ખેડૂતોને ચિંતા થઈ રહી છે કે કેવું રહેશે આ વખતનું ચોમાસું. તો હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આ વખતે જૂન અને સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય રહેશે. 102 ટકા જેવો વરસાદ પડી શકે છે. ઉત્તર-પૂર્વ ભારત અને પૂર્વીય ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યાતા ભારતીય હવામાને વ્યકત કરી છે.