November 23, 2024

દિનેશ કાર્તિક નિવૃત્તિ બાદ ફરી ક્રિકેટ ગ્રાઉન્ડમાં વાપસી કરશે

SA20: ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે IPL 2024 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ માટે રમ્યા બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે તમને કાર્તિક વિદેશી T20 લીગમાં રમતા જોવા મળશે. આવતા વર્ષે યોજાનારી દક્ષિણ આફ્રિકાની ફ્રેન્ચાઇઝી આધારિત T20 લીગ SA20માં પાર્લ રોયલ્સ ટીમનો તે ભાગ જોવા મળે છે. આ T20 લીગની આગામી સિઝન 9 જાન્યુઆરીથી રમાશે, જેમાં કાર્તિક વિદેશી ખેલાડી તરીકે રોયલ ટીમમાં જોવા મળશે.

નિવૃત્તિની કરી હતી જાહેરાત
દિનેશ કાર્તિક SA20માં રમનાર ભારતનો પહેલો ખેલાડી હશે. તેણે આઈપીએલની 17મી સીઝન પૂરી થયા બાદ તેના જન્મદિવસે નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે તે આ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 180 મેચ રમી છે. RCB ટીમે તેને 2025 IPL સિઝન માટે તેની ટીમના માર્ગદર્શક અને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. દિનેશ કાર્તિકે કુલ 17 સીઝનમાં ભાગ લીધો છે. તેમાં તે 6 ટીમનો ભાગ રહ્યો છે. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી પણ સંભાળી હતી.

આ પણ વાંચો: નીરજ ચોપરાનો ‘જબરો ફેન’, નીરજ લાવશે ગોલ્ડ મેડલ તો આખી દુનિયાને ફ્રી વિઝા આપશે

2025 સીઝન માટે પાર્લ રોયલ્સ SA20 ટીમ
દયાન ગેલિયન, હુઆન ડ્રી પ્રિટોરિયસ, બજોર્ન ફોર્ટેન, મિશેલ વાન બ્યુરેન, ડેવિડ મિલર, વાઈના મ્ફાકા, લુંગી એનગીડી, દિનેશ કાર્તિક, એન્ડીલે ફેહલુકવાયો, કીથ ડડજેન, નકાબા પીટ, કોડી યુસુફ.