પોલીસ શું કરે છે તે જાણવા 13 વર્ષના કિશોરે એરપોર્ટ પર બોમ્બ હોવાની સૂચના આપી

Delhi Airport: આઇજીઆઇ એરપોર્ટ પોલીસે બોમ્બની ખોટી સૂચના આપાવાના આરોપમાં 13 વર્ષના કિશોને પકડી લીધો છે. કિશોર એ જોવા માગતો હતો કે પોલીસે તેને પકડી શકે છે કે નહીં. આ બધુ તેણે પોતાના મનોરંજન માટે કર્યું હતું.
આરોપીએ મેલ કરીને દિલ્હીથી દુબઈ જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ખોટી સૂચના આપી હતી. આરોપી કિશોરને બાળકોની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેની કસ્ટડી તેના માતા-પિતાને સોંપી દેવામાં આવી હતી.
પોલીસ અનુસાર, આરોપી વિદ્યાર્થી છે અને ધોરણ 9માં અભ્યાસ કરે છે. થોડા દિવસો અગાઉ એક બાળક દ્વારા ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીભર્યો કોલના સંબંધમાં સોશિયલ મીડિયા પર આવેલી ખબરથી પ્રભાવિત થઇ તેના મનમાં બોમ્બની સૂચના આપવાનો ખ્યાલ આવ્યો હતો. જ્યારે તેણે આવી ખબર વાચી તો તેણે વિચાર્યું કે તે પણ આવું વિચારી શકે. તેના માતા-પિતાએ તેને અભ્યાસ માટે એક મોબાઈલ આપ્યો હતો. જેના માધ્યમથી તેણે પોતાના ઈ-મેલ આઇડીથી ખોટો ધમકીભર્યો મેલ મોકલ્યો હતો. જે બાદ તેણે પોતાના આઇડીને તાત્કાલિક બંધ કરી દીધુ હતું. કિશોરે જણાવ્યું કે, તેણે આવું માત્ર મનોરંજન માટે કર્યું હતું. જોકે ડરના કારણે તેણે પોતાના માતા-પિતાને આ વિશે જાણકારી આપી ન હતી.
આ પણ વાંચો: કોઈ રીતિ-રિવાજ નહીં, સાત ફેરા કે નિકાહ પણ નહીં, આ રીતે થશે સોનાક્ષી-ઝહીરના લગ્ન
તમને જણાવી દઈએ કે સોમવારે સવારે દુબઈ જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળતાં દિલ્હી એરપોર્ટ પર હંગામો મચી ગયો હતો. સવારે 9.35 કલાકે IGI એરપોર્ટની ડાયલ ઓફિસને દિલ્હીથી દુબઈ જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી આપતો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ માહિતી બાદ એરપોર્ટ પર એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સી અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે વિમાનની શોધખોળ કરી હતી. સર્ચ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. જે બાદ પોલીસ ટીમ બનાવવામાં આવી હતી અને બોમ્બની ખોટી માહિતી આપનાર વ્યક્તિને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખબર પડી કે ઈ-મેલ મોકલ્યા બાદ તરત જ ઈ-મેલ આઈડી ડિલીટ કરી દેવામાં આવી હતી. ઈમેલનો સ્ત્રોત ઉત્તરાખંડના પિથોરાગઢમાં ટ્રેસ થયો હતો.