કેજરીવાલને મળ્યા બાદ સીએમ ભગવંત માનએ શું કહ્યું?

Aam Aadmi Party: આજે કેજરીવાલ સીએમ ભગવંતને મળ્યા હતા. આ બાદ સીએમ ભગવંત માનએ કહ્યું, ‘અમે પંજાબને એવું મોડેલ બનાવીશું કે આખો દેશ જોશે’ આ સમયે માનએ ભાજપ પર પણ નિશાન સાધ્યું હતું. આવો જાણીએ બીજું શું કહ્યું સીએમ ભગવંત માને.
આ પણ વાંચો: TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે રાજકોટ પોલીસ સુપ્રીમ કોર્ટમાં જશે
સીએમ ભગવંત માને કહી આ વાત
ભગવંત માને કહ્યું કે અમે ત્રણ વર્ષમાં પંજાબમાં હજારો લોકોને નોકરીઓ આપી છે. ત્રણ વર્ષમાં અમે 50 હજારથી વધારે નોકરી આપી છે. કોઈ પણ ભ્રષ્ટાચાર વગર અમે લોકોને નોકરી અપાવી છે. દિલ્હી ચૂંટણીને લઈને કહ્યું કે ભાજપે ગુંડાગીરી કરી છે. ચૂંટણીમાં જીત અને હાર મળતી રહે છે. એક માહિતી પ્રમાણે જલંધર, અમૃતસર, લુધિયાણા ઉપરાંત, સરહદી પટ્ટાના ઘણા ધારાસભ્યો છે જે લાંબા સમયથી મુખ્યમંત્રી ભગવંત માનથી નારાજ છે. આવું થવાના કારણે પંજાબના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.