March 26, 2025

પાલનપુર-અમદાવાદ હાઈવે પર અકસ્માત, કારની ટક્કરે બાઈકચાલકનું ઘટના સ્થળે મોત

રતનસિંહ ઠાકોર, પાલનપુર: પાલનપુર-અમદાવાદ હાઈવે પર ભરકાવાડા પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં કારની ટક્કરે બાઈકચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જોકે અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ફરાર થયો હતો. અકસ્માત સર્જનાર કારમાં પોલીસ લખેલ બોર્ડ જોવા મળ્યું હતું.

કારમાંથી દારૂની બોટલ મળી હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો. ચાલક પોલીસ કર્મચારી અથવા તેનો કોઈ સગા-સંબધી હોવાનો અંદાજ હાલ લગાવવામાં આવી રહ્યો છે. અકસ્માતને લઇ ઘટના સ્થળે લોકોનાં ટોળેટોળાં ઉમટ્યા હતા. છાપી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.