રામોલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો હરિયાણામાં ગમખ્વાર અકસ્માત, 3નાં મોત

અમદાવાદઃ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને અકસ્માત નડ્યો છે. પોક્સોના ગુનાની તપાસ અર્થે લુધિયાણા જતી વખતે રસ્તામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તેમાં 3 પોલીસ જવાનના મોત નીપજ્યા છે. જ્યારે એક કર્મચારી ઇજાગ્રસ્ત થયો છે. હાલ ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, હરિયાણાના ભારતમાલા હાઇવે પર આ અકસ્માત થયો હતો. રામોલ પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મીઓ પોસ્કોના ગુનાની તપાસ અર્થે લુધિયાણા જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં 3 પોલીસકર્મીઓનાં મોત નીપજ્યા છે. PSI સોલંકી અને 3 જવાનો લુધિયાણા ખાતે જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં PSI સોલંકી અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે અન્ય 3 કર્મીઓનાં મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ I ડિવિઝનના ACP અને એક PSI હરિયાણા જવા રવાના થયા છે.