પીએમ મોદીને મળ્યો વૈશ્વિક શાંતિ પુરસ્કાર
AIAM: અમેરિકામાં ભારતીય-અમેરિકનોએ એક થઈને એક નવું લઘુમતી સંગઠન શરૂ કરવામાં આવ્યું છે. મેરીલેન્ડમાં સ્લિગ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચમાં એક કાર્યક્રમ સમયે AIAMનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ સંસ્થાનો મુખ્ય ધ્યેય એ છે કે ભારતીય-અમેરિકન વસાહતીઓમાં લઘુમતીઓને એકસાથે લાવવાનો છે.
આ પણ વાંચો: ભાજપને જીતનો છે પૂરો ભરોસો, BJP મુખ્યાલયમાં મૂકાયા જલેબીના બકડીયા
ગ્લોબલ પીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
સંસ્થાના આ ઉદઘાટન કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીને અલ્પસંખ્યક ડૉ. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ગ્લોબલ પીસ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. તમને જણાવી દઈએ કે મોદીને આ એવોર્ડને વોશિંગ્ટન એડવેન્ટિસ્ટ યુનિવર્સિટી અને AIAM દ્વારા સમાવેશી વિકાસ અને લઘુમતી કલ્યાણ તરફના તેમના પ્રયાસો અપાયો હતો. આ સિવાય તેના સાત સભ્યોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પવન બેઝવાડા, બલજિંદર સિંહ, સુખપાલ ધનોઆ, એલિશા પુલિવર્તી (ખ્રિસ્તી), દીપક ઠક્કર (હિંદુ), જુનેદ કાઝી (મુસ્લિમ) અને નિસિમ રુબેન (યહૂદી)નો સમાવેશ થાય છે. AIAM પ્રમુખે પીએમના સબકા સાથ, સબકા વિકાસ અભિગમની પ્રશંસા કરી હતી.