February 27, 2025

અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના, કાર ચાલકે રાહદારીઓને અડફેટે લઈ ભાગવાનો કર્યો પ્રયાસ

Ahmedabad: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના સોલા ક્રોસ રોડ પાસે આ બનાવ બન્યો છે. GJ 01 WA 5408 નંબરની કારના ચાલકનું કારસ્તાન છે. કાર ચાલકે 6 વાહનો અને 2 રાહદારીને અડફેડે લીધા હતા. જોકે, હાલ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના સોલા ક્રોસ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. અર્ટિગા કાર ચાલક ચિંતન પરીખે કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. કાર ચાલકે 6 વાહનો અને 2 રાહદારીને અડફેડે લીધા હતા. જે બાદ તેને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ભાગવાનો પ્રયાસ કરતા પાર્ક કરેલ ફોર વ્હીલરને પણ ટક્કર મારી હતી. જોકે, સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડી લીધો હતો. હાલ ઈજાગ્રસ્ત લોકોને સીવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ‘આતિશીને હરાવવાનું કાવતરું રચીને કેજરીવાલ પોતે હારી ગયા’, BJP સાંસદનો મોટો દાવો