December 9, 2024

વડોદરા BJPના પુર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

Vadodara: વડોદરામાં BJPના પુર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યાના ગુનામાં ફરાર વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં બાબર પઠાણ સહિત નવ આરોપીઓ હાલ જેલમાં છે. જોકે, હાલ પોલીસે આરોપી આસિફખાન કરીમખાન પઠાણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર વડોદરામાં BJPના પુર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યાના ગુનામાં કુલ 10 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાથી પોલીસે વધુ એક આરોપી આસિફખાન કરીમખાન પઠાણની ધરપકડ કરી છે. બાબર પઠાણ સહિત નવ આરોપીઓ જેલમાંના સળિયા પાછળ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના વડોદરામાં ભાજપના નેતાના પુત્રની હત્યા બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના નેતા અને પૂર્વ કાઉન્સિલર રમેશ પરમારના પુત્ર તપન પરમારની પોલીસની હાજરીમાં જ હત્યા કરવામાં આવી હતી. હત્યાની આ ઘટના SSG હોસ્પિટલમાં બની હતી.

આ પણ વાંચો: પૂર્વ યુગાન્ડામાં ભૂસ્ખલને મચાવી તબાહી, 15 લોકોના મોત 113 ગુમ