પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનાર સરબજોતે સરકારી નોકરી કેમ નકારી દીધી?
Sabarjeet Singh: પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકર સાથે મિક્સ પિસ્તોલ ટીમમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સરબજોત સિંહે એક મોટો નિર્ણય લીધો છે. સરબજોત સિંહને હરિયાણા સરકાર દ્વારા સરકારી નોકરીની ઓફર કરાઈ હતી. પરંતુ તેણે તે લેવાનો ઇનકાર કરી દીધો છે. સરબજોતને રમતગમત વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટરનું પદ આપવામાં આવ્યું હતું, પરંતુ તેણે તેની શૂટિંગની તૈયારીને વધુ મહત્વ આપ્યું અને આ પદ લેવાની ના પાડી દીધી.
શૂટિંગ પર ધ્યાન આપવા માંગુ છું
સરબજોતે કહ્યું કે, ‘હું પહેલા મારા શૂટિંગ પર ધ્યાન આપવા માંગુ છું.’ તેણે સ્વીકાર્યું કે તેના પરિવારે તેના પર સારી નોકરી મેળવવા માટે દબાણ કર્યું હતું, તેણે કહ્યું, ‘મારો પરિવાર પણ મને સારી નોકરી લેવાનું કહેતો હતો, પરંતુ હું શૂટિંગમાં આગળ વધવા માંગુ છું. હું મારા કેટલાક નિર્ણયો વિરુદ્ધ જઈ શકું તેમ નથી, તેથી હું અત્યારે નોકરી નહીં લઈ શકું.’
આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકમાં હવે ‘મેડલ’ વિવાદ, ગુણવત્તા પર થયા સવાલ
સરબજોતનું લક્ષ્ય 2028 ઓલિમ્પિકમાં ગોલ્ડ
તમને જણાવી દઈએ કે સરબજોતના સરકારી નોકરીને નકારી કાઢવાના નિર્ણયથી ચોંકાવનારો ચોક્કસ છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ તેમનો નિર્ણય જ જણાવે છે કે તેનું ધ્યાન શૂટિંગ તરફ કેટલું છે. રમત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાએ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા અપાવી છે. તેનો નિર્ણય દર્શાવે છે કે તે ભવિષ્યમાં 2028 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવવાની તૈયારીમાં હોવાથી તેણે આ નિર્ણય લીધો હોઈ શકે છે.