October 4, 2024

એવું માનતા હોવ કે CNGથી ઓછું પ્રદૂષણ થાય છે તો ભૂલ કરો છો

CNG: પ્રદૂષની વાત કરવામાં આવે ત્યારે રાજધાની દિલ્હીનું નામ પહેલા યાદ આવે છે. ખાસ કરીને શિયાળાની સીઝનમાં રાજધાનીની સ્થિતિ ભયાનક ગેસ ચેમ્બર જેવી બની જાય છે.

વાહન ઓછું પ્રદૂષણ ફેલાવે છે
દિલ્હી જેવા જ હાલ અન્ય મહાનગરના થઈ રહ્યા છે. જેને સુધારવા માટે તંત્ર અનેક એવા પગલાં લે છે. ગંભીર સ્થિતિને ધ્યાને લેતા એ પ્રશ્ન થાય કે, ખરેખર પ્રદૂષણ ક્યારે અને ક્યાં અટકશે? સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે, CNGથી ચાલતા વાહન ઓછું પ્રદૂષણ ફેલાવે છે પરંતુ, તાજેતરમાં થયેલા એક અભ્યાસ પરથી ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રીપોર્ટે ભલભલા વિશ્લેષકોની ઊંધભંગ કરી નાખી છે. જોઈએ એક ખાસ રીપોર્ટ.

રીપોર્ટમાં ચોખવટ
આ રીપોર્ટમાં એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે, CNGથી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓન ક્લિન ટ્રાંસપોર્ટેશનના એક રીપોર્ટ અનુસાર PUC પાસ કરાવી હોવા છતાં પણ દેશના રસ્તા પર દોડતા વાહન ચિંતાજનક ધુમાડો છોડી રહ્યા છે.દિલ્હીના ડેટાનો ઉપયોગ કરીને જે રીપોર્ટ તૈયાર કરાયો એમાં ચોખવટ છે. દિલ્હી પાસે આવેલા ગુરુગ્રામની હાલત ખરાબ છે. એરક્વોલિટી શ્વાસ લેવા લાયક નથી. મહાનગરમાં દિવસે દિવસે વધી રહેલા વાહનોની સંખ્યા આ મુશ્કેલીને વધારી રહ્યા છે. આ રીપોર્ટ તૈયાર કરવામાં દિલ્હી અને ગુરૂગ્રામના અધિકારીઓએ પૂરતો સહયોગ આપ્યો હતો. પ્રદૂષણનો અભ્યાસ કરવા માટે રીમોટ સેંસિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે વાહનમાંથી નીકળતા ધુમાડાની માત્રા અને કેટેગરી નક્કી કરે છે.

આ પણ વાંચો: વરસાદમાં સ્કૂટર બંધ પડી જાય તો આ વાતનું રાખી લેજો ધ્યાન

લેબમાં ટેસ્ટ કરવામાં આવેલા
રસ્તા પરનું પ્રદૂષણ લેબમાં ટેસ્ટ કરવામાં આવેલા નમુનાઓ કરતા ઘણું વધારે અને ચિંતાજનક હતું. સતત 65 દિવસ સુધી 20 જુદા જુદા પરીક્ષણ સ્થળ પર જઈને અભ્યાસ કરાયો હતો. જેમાં મોટાભાગના પોઈન્ટ દિલ્હી અને ગુરૂગ્રામના જ હતા. 1 લાખથી વધારે વેલીડ મેઝરમેન્ટ નોંધાયા હતા. જેમાં નાઈટ્રોજન ઓક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ, હાઈડ્રોકાર્બન અને પરાળી સળગાવવાથી થતો ધુમાડો પણ આવરી લેવાયો છે.

ખાનગી વાહનોની સરખામણી
ટુ વ્હિલર, થ્રી વ્હિલર, ટેક્સી, પ્રાયવેટ કાર અને બસ સુધીની કેટેગરીના વાહનનો સમાવેશ કરાયો છે. રીપોર્ટમાં તે પણ મળ્યું કે સીએનજીથી ચાલવાવાળા વાહન હાઈ લેવલ કે નાઈટ્રોજન ઓક્સ (NOx) પેદા કરે છે. સીએનજી વાહનોમાં સૌથી વધુ ક્લીન ફ્યુલ દેખાય છે. હવે આ નવી સ્ટડી ને આ વાતને આશ્ર્ચર્ય આપે છે. કમાર્શિયલ વાહન ખાનગી વાહનોની સરખામણીમાં પ્રદૂષણમાં વધુ ઉત્પાદન થાય છે. BS-6 સીએનજી ટેક્સીઅન અને લાઇટ માલ વાહન પ્રાઇવેટની તુલનામાં ક્રમશઃ 2.4 અને 5 ગુના વધુ નાઇટ્રોજન ઓક્સાઈડ ઉત્સર્જિત કરી રહ્યાં છે.