November 2, 2024

અમરેલીના ધારાસભ્યના જમાઈ વિરુદ્ધ જાફરાબાદ મરિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

દશરથસિંહ રાઠોડ, અમરેલી: અમરેલીના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર ગત રાત્રીના જાફરાબાદ સામા કાંઠા વિસ્તારમાં બોટ મુકવા બાબતે હુમલો કરવામાં આવ્યો હતો. જેની ફરિયાદ જાફરાબાદ મરિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

અમરેલી જિલ્લામાં જાફરાબાદ શહેરમાં મોડી રાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના જમાઈ ઉપર હુમલા થવાના કારણે ઘેરાપ્રત્યાઘાતો પડ્યા હતા. ચેતન શિયાળ ઉપર હુમલો થયા બાદ પ્રથમ રાજુલા હોસ્પિટલ બાદ વધુ માથાના ભાગે ગંભીર ઇજાઓ હોવાને કારણે ભાવનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યો છે. હાલ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમા 6 લોકો સામે હુમલો અને લૂંટની ફરિયાદ નોંધવવામા આવી છે. પોલીસ દ્વારા આરોપીને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

ફરિયાદી ચંદ્રકાન્તભાઈ બચુભાઇ શિયાળએ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં 6 ઈસમો સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે. જેમા, આરોપી યશવંતભાઈ નારણભાઈ બારૈયા, સિધ્ધાર્થભાઇ યશવંતભાઈ બારૈયા, સંજયભાઇ નારણભાઇ બારૈયા, બોટનો દીઢીયો ટંડેલ, ટ્રેક્ટરનો ડ્રાઈવર, જય શ્રી તાત્કાલિક નામની બોટના ખલાસીઓ સહિત લોકો સામે લૂંટ અને હુમલો કરી મારી નાખવાની કોશિશની ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ.ડી.એસ.ઇશરાણી તપાસ ચાલાવી રહ્યા છે. 9 આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી જેમાં મોટાભાગના મોટાભાગના આરોપીને હસ્તગત કરવામાં આવ્યા છે અને 2 આરોપીને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.