ગોવિંદગીરી મહારાજની પ્રેમલીલા… મારી સાથે સંબંધ હતા, મારી મદદ કરો; યુવતીએ માગી મદદ
vadodara:જૂનાગઢના સાધુનો વડોદરાની યુવતી સાથેનો વીડિયો વાયરલ થતાં વિવાદ વકર્યો છે. વડોદરાની યુવતી સાથે સાધુએ ભગવા વસ્ત્રો ઉતારી સાત મહિના સુધી સંબંધ રાખ્યાનો યુવતીએ આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. યુવતીએ સાધુ સાથે હારતોરા કર્યાના વીડિયો ફોટો સોશિયલ મીડિયા પર પણ મૂક્યા છે. પરંતુ હાલ સાઘુ યુવતી પાસેથી 50 હજાર પડાવી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર જૂનાગઢના મહંત ગોવિંદગિરિ મહારાજે વડોદરાની યુવતી સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવતા વિવાદ થયો છે. યુવતીએ આક્ષેપ કર્યા છે કે, ગોવિંદગિરીએ તેની પાસે પ્રોપર્ટીના નામે 50 હજાર રૂપિયા પડાવ્યા છે. તેમજ સાધુએ યુવતીનો નંબર બ્લોક કરી દીધો છે અને ફરાર થઈ ગયો છે. હાલ સાધુ હરિયાણા કે પંજાબમાં છુપાયો હોવાની શંકા છે. યુવતીએ આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી ન્યાયની માગ કરી છે કે મારી સાધુ મારી સાથે રિલેશનમાં હતા. મને મદદ કરો.
આ પણ વાંચો: પાલી ગામમાં 3 બાળકીના શંકાસ્પદ મોત, મેયરે તાત્કાલિક તપાસના આપ્યા આદેશ