RCB અને CSK વચ્ચેની મેચમાં વરસાદ બનશે વિલન?

CSK vs RCB Weather Forecast: આજે CSK અને RCB ચેપોકના મેદાનમાં ટકરાશે. બંને ટીમનો આમનો સામનો આજે સાંજે 7.30 વાગ્યે થશે. ક્રિકેટ ચાહકો ચેન્નાઈ સુપર કિંગ્સ-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આજે ચેન્નાઈમાં હવામાન કેવું રહેશે? શું આ મેચમાં વરસાદ ખલનાયક બની શકે છે? આવો જાણીએ કે કેવું રહેશે હવામાન.

આ પણ વાંચો: CSKને આજે આ 3 ખેલાડીઓ જીતાડી શકે છે મેચ

શું આજે ચેન્નાઈમાં વરસાદ પડશે?
CSK vs RCBની મેચની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિરાટ અને ધોની એક જ મેદાનમાં જોવા મળશે. ક્રિકેટ ચાહકો માટે આજની મેચ માટે સારા સમાચાર છે. આજે વરસાદની શક્યતાઓ કંઈ ખાસ જોવા મળી રહી નથી. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં વરસાદ વિલન બને તેવી શક્યતા બહુ ઓછી જોવા મળી રહી છે. ચેન્નાઈનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. આ પીચ પર બેટ્સમેન માટે મોટા શોટ મારવા સરળ નથી. જેના કારણે જે ટીમ ટોસ જીતશે તે ટીમ પહેલા બેટિંગ લઈ શકે છે.