December 9, 2024

ધનતેરસ પર દેવી લક્ષ્મી અને ધન કુબેરને આ વાનગીનો પ્રસાદ અર્પણ કરો

Dhanteras Special Food Recipe: દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે. ત્યારે અમે તમારા માટે દેવી લક્ષ્મી અને ધન કુબેર પ્રસન્ન થાય તે મિઠાઈની રેસીપી લઈને આવ્યા છીએ. આવો જાણીએ કેવી રીતે બનાવશો આ મિઠાઈ.

બેસનના લોટની બરફી બનાવવા માટેની સામગ્રી:
3 કપ ચણાનો લોટ, ¼
કપ દેશી ઘી, ¼ કપ
દૂધ, 1 કપ
ઘી, ½ કપ
દૂધ, 1½
કપ ખાંડ,
અડધો કપ પાણી,
થોડો માવો,
એલચી પાવડર,
સમારેલા પિસ્તા

બેસનના લોટની બરફી બનાવવાની રીત:

સ્ટેપ 1: ચણાના લોટને દાણાદાર પહેલો બનાવવાનો રહેશે. ચણાના લોટમાં ¼ કપ ઘી અને ¼ કપ દૂધ ઉમેરો. આ પછી આ તમામ વસ્તુઓને મિક્સ કરી દો. ચણાના લોટને દાણાદાર ન થાય ત્યાં સુધી ઘસવાનો રહેશે. એક તવો ગેસ પર મૂકો. ચણાના લોટને આ પછી તેમાં ઘી નાંખી શેકી દો.

સ્ટેપ 2: તમારે ચણાના લોટને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં શેકવાનો રહેશે. લોટ સારી રીતે શેકાઈ જશે એટલે તેમાંથી ઘી નીકળવા લાગશે. હવે તમારે તેમાં અડધો કપ દૂધ ઉમેરવાનું રહેશે. આ પછી દૂધ બળી જાઈ ત્યાં સુધી તમારે પકાવાનું રહેશે.

સ્ટેપ 3: હવે એક પેનમાં ખાંડ અને અડધો કપ પાણી ઉમેરો. 1 તારની ચાસણી બનાવો. તેમાં હવે કેસર ઉમેરો. ચાસણીમાં માવો મિક્સ કરો. હવે તેમાં એલચી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરવાનું રહેશે. મિશ્રણ ઠંડું થાય પછી તેને પ્લેટમાં કાઢી લો.

આ પણ વાંચો: દિવાળીમાં બનાવો ઘીથી લથપથ શીરો, મહેમાનને ટેસડો પડી જશે!

સ્ટેપ 4: આ મિશ્રણને 4-5 કલાક માટે સેટ થવા રાખી દો. જ્યારે તે સેટ થઈ જાય ત્યારે તેને બરફીના આકારમાં કાપી લો. તેને ખાંડ અથવા તમારા મનપસંદ ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ તમારે કરવાનો રહેશે. તો તૈયાર છે બેસનની બરફી. ધનતેરસના દિવસે ભગવાનને પ્રસાદ અર્પણ કરો.