October 8, 2024

તમે Diamond League 2024 ફાઇનલ ક્યારે અને ક્યાં જોઈ શકશો ?

Diamond League 2024 Final: મેન્સ જેવલિન થ્રો ઇવેન્ટ ડાયમંડ લીગ 2024ની ફાઇનલ શનિવારે બેલ્જિયમના બ્રસેલ્સમાં રમાવાની છે. આ ફાઇનલમાં પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ભારત માટે સિલ્વર મેડલ જીતનાર નિરજ ચોપરા પર ફરી એકવાર બધાની નજર જોવા મળશે. નિરજ ચોપરાએ ગયા મહિને લૌઝાનમાં 89.49 મીટરનો પોતાનો સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો હતો.

મેન્સ જેવલિન થ્રો ડાયમંડ લીગ 2024 ફાઇનલિસ્ટ

  • નિરજ ચોપરા – ભારત
  • જાકુબ વડલેજ- ચેક રિપબ્લિક
  • એન્ડરસન પીટર્સ- ગ્રેનાડા
  • આર્થર ફેલ્ફનર- યુક્રેન
  • જુલિયન વેબર- જર્મની
  • એન્ડ્રીયન માર્ડ્રે- મોલ્ડોવા
  • રોડરિક જેન્કી ડીન- જાપાન

નિરજ ચોપરાની ડાયમંડ લીગ 2024 મેન્સ ફાઇનલ ઇવેન્ટ ક્યારે શરૂ થશે?
નિરજ ચોપરાની ડાયમંડ લીગ 2024 મેન્સ ફાઇનલ ઇવેન્ટ શનિવાર આજે 14 સપ્ટેમ્બરે રાત્રે 11:52 વાગ્યે શરૂ થશે.

આ પણ વાંચો: વાહ…કૌશલ્યસિદ્ધ યુવા પાસે નમીને પણ મોટા થયા નરેન્દ્ર મોદી, જમીન પર બેસીને સન્માન સ્વીકાર્યું

નિરજ ચોપરાની ડાયમંડ લીગ 2024 મેન્સ ફાઇનલ ઇવેન્ટ ક્યાં યોજાશે?
નિરજ ચોપરાની ડાયમંડ લીગ 2024 મેન્સ ફાઇનલ ઇવેન્ટ બ્રસેલ્સના કિંગ બાઉડોઇન સ્ટેડિયમમાં યોજાશે.