December 13, 2024

લોકસભામાં અખિલેશનું જોરદાર ભાષણ, સરહદની સુરક્ષા પર કર્યા સવાલ

Akhilesh Yadav: લોકસભાના શિયાળુ સત્રમાં આજે બંધારણ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ સત્રમાં રાજનાથ સિંહે બંધારણ પર ચર્ચા શરૂ કરી હતી. આ પછી તમામ વિપક્ષના નેતાઓેને બોલવાની તક આપવામાં આવી હતી. વિપક્ષ તરફથી પ્રિયંકા ગાંધીએ સૌપ્રથમ પોતાનો મુદ્દો રજૂ કર્યો હતો. પ્રિયંકા ગાંધી પછી અખિલેશ યાદવે ભાષણ આપ્યું હતું.

આ પણ વાંચો: Priyanka Gandhi First Speech: પ્રિયંકા ગાંધીએ સંસદમાં કહ્યું, ‘સરકાર અનામતને નબળી પાડવાનું કાર્ય કરી રહી છે’

અખિલેશ યાદવે જોરદાર ભાષણ આપ્યું
પ્રિયંકા ગાંધીએ વિપક્ષ તરફથી પોતાનો મુદ્દો રજૂ કર્યો હતો. આ પછી અખિલેશ યાદવે ભાષણ આપ્યું હતું. અખિલેશની સાથે તેમની પત્ની ડિમ્પલ યાદવ પણ હતા. તમને જણાવી દઈએ કે ડિમ્પલ મૈનપુરીથી સાંસદ છે અને ગૃહમાં અખિલેશ યાદવની બરાબર પાછળ બેઠા હતા. અખિલેશ યાદવે સીમા સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અખિલેશ યાદવે કહ્યું કે દેશની સરહદો સુરક્ષિત નથી. લદ્દાખમાં આપણી સરહદો સંકોચાઈ ગઈ છે. “