March 26, 2025

ફૈસલા તાબડતોબઃ મહિલા સ્પોર્ટ્સમાં નહીં મળે ટ્રાંસજેન્ડરને એન્ટ્રી

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા પછી ફરી મોટો નિર્ણય લીધો છે. જેમાં મહિલા રમતોમાં ટ્રાન્સજેન્ડર ખેલાડીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ખાસ વાત તો એ છે કે આ આદેશ ત્યારે કરવામાં આવ્યો જ્યારે રાષ્ટ્રીય રમત દિવસ છે. તેમનો આદેશ એવા ટ્રાન્સજેન્ડર ખેલાડીઓ પર કરવામાં આવ્યો છે જે જન્મ સમયે પુરુષ હતા અને પછી લિંગ પરિવર્તન કરીને સ્ત્રી બની ગયા હતા.

આ પણ વાંચો: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા વિરમગામના યુવકને પરિવારને સોંપ્યો, 40 દિવસ પહેલા ગયો હતો અમેરિકા

આ નિર્ણય બધે લાગુ કરવામાં આવ્યો
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે માહિતી આપતા જણાવ્યું કે ટ્રમ્પ સરકારનો આ નિર્ણય શાળાઓ અને કોલેજો સહિત દરેક જગ્યાએ લાગુ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે પુરુષોને મહિલાઓની રમતોથી દૂર રાખવા જોઈએ