October 5, 2024

મ્યાનમાર છોડી રહેલા રોહિંગ્યાઓ પર ડ્રોનથી હુમલો, 150થી વધુના મોત

Myanmar: મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 150 રોહિંગ્યા મુસ્લિમોના મોત થયા હતા. ડ્રોન હુમલા વિશે માહિતી આપતા ચાર સાક્ષીઓ અને કાર્યકર્તાઓએ જણાવ્યું કે જ્યારે હુમલો થયો ત્યારે આ લોકો યુદ્ધથી બચવા પડોશી દેશ બાંગ્લાદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ ડ્રોન હુમલામાં 150 રોહિંગ્યા નાગરિકો માર્યા ગયા ત્યારે મ્યાનમારના મુસ્લિમ લઘુમતી સમુદાયના રોહિંગ્યાઓ દેશ છોડીને ભાગી રહ્યા હતા. આ હુમલો મ્યાનમારના પશ્ચિમી શહેર રખાઈનમાં કરવામાં આવ્યો હતો. કેટલાક સાક્ષીઓએ જણાવ્યું હતું કે મ્યાનમારથી ભાગી રહેલા રોહિંગ્યા પર ડ્રોન હુમલામાં બાળકો સહિત ડઝનેક લોકો માર્યા ગયા હતા. નદીના કિનારે લોકોના મૃતદેહો પડેલા મળી આવ્યા હતા.

ડ્રોન હુમલાની માહિતી આપતા ચાર સાક્ષીઓ અને કાર્યકર્તાઓએ જણાવ્યું કે આ રોહિંગ્યા મુસ્લિમો પાડોશી દેશ બાંગ્લાદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ લોકો બાંગ્લાદેશની નાફ નદી પાર કરીને મંગ્ડો શહેરથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રાજ્યના રખાઈન વંશીય જૂથની લશ્કરી પાંખ અરાકાન આર્મીએ રોહિંગ્યા લોકો પરના હુમલાની જવાબદારી નકારી કાઢી હતી.

નદી કિનારે વેરવિખેર મૃતદેહો
ડોકટર્સ બોર્ડર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા અઠવાડિયાથી બાંગ્લાદેશ ભાગી રહેલા રોહિંગ્યા લોકોમાં ઘણા ઘાયલ છે જેમની સારવાર ચાલી રહી છે. હુમલામાં બચી ગયેલા બે લોકોએ આ હુમલા માટે અરાકન આર્મીને દોષી ઠેરવ્યું હતું, જેની પુષ્ટિ થાય તો દેશના ગૃહયુદ્ધમાં નાગરિકોને સંડોવતા સૌથી ઘાતક હુમલાઓમાંનો એક હશે. સોશિયલ મીડિયા પર ફરતા થયેલા ભયાનક વીડિયોમાં બાળકો સહિત ડઝનેક લોકોના મૃતદેહ નદી પાસે રસ્તા પર વિખરાયેલા જોવા મળે છે.

આ પણ વાંચો: આફતનો વરસાદ… દિલ્હીથી લઈને યુપી-બિહાર સુધી વરસાદ, અનેક વિસ્તારોમાં એલર્ટ

મ્યાનમાર માં યુદ્ધ
2021 થી મ્યાનમારમાં ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે કોઈપણ પ્રકારની મુસાફરીની મંજૂરી આપવામાં આવી ન હતી અને મુસાફરી પર સખત પ્રતિબંધો હતા. લોકશાહી તરફી ગેરીલાઓ અને વંશીય લઘુમતી સશસ્ત્ર દળો દેશના લશ્કરી શાસકોને હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશની સેનાએ વર્ષ 2021 માં આંગ સાન સૂ કીની ચૂંટાયેલી સરકાર પાસેથી સત્તા આંચકી લીધી હતી. ત્યારબાદ દેશમાં યુદ્ધ ચાલી રહ્યું છે. જો કે, રખાઈનમાં આ હુમલાથી રોહિંગ્યા લઘુમતીના સભ્યો વિરુદ્ધ હિંસા ફરી શરૂ થવાની આશંકા વધી ગઈ છે.

હુમલાના પ્રત્યક્ષદર્શી 35 વર્ષીય મોહમ્મદ ઇલ્યાસે જણાવ્યું હતું કે હુમલામાં તેની ગર્ભવતી પત્ની અને 2 વર્ષની પુત્રી ઘાયલ થયા હતા. ત્યારબાદ બંનેનું મોત થયું હતું. તેણે કહ્યું કે જ્યારે ડ્રોને રોહિંગ્યા મુસ્લિમો પર હુમલો કરવાનું શરૂ કર્યું ત્યારે તે તેની પત્ની અને પુત્રી સાથે કિનારે ઊભો હતો. બીજો સાક્ષી, 28 વર્ષીય શમસુદ્દીન, જે હાલમાં બાંગ્લાદેશમાં શરણાર્થી શિબિરમાં છે. તેણે કહ્યું કે તે તેની પત્ની અને શિશુ પુત્ર સાથે બચી ગયો હતો. તેણે ઉમેર્યું હતું કે હુમલામાં ઘણા લોકો માર્યા ગયા હતા અને “કેટલાક તે ગંભીર રીતે ઘાયલ છે અને પીડાથી ચીસો પાડી રહ્યો છે. “