તેલંગાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 5.3ની તીવ્રતા
Telangana: તેલંગાણામાં બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 હતી. આ આંચકા તેલંગાણાથી 11 કિલોમીટર દૂર અનુભવાયા હતા. મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છે.
મળતી માહિતી અનુસાર વહેલી સવારે તેલંગાણામાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, તેલંગાણાના મુલુગુ જિલ્લામાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના આંચકા હૈદરાબાદમાં પણ અનુભવાયા હતા. ભૂકંપ સવારે 7.27 કલાકે આવ્યો હતો.
An earthquake with a magnitude of 5.3 on the Richter Scale hit Mulugu, Telangana at 7:27 AM today: National Center for Seismology pic.twitter.com/PKq7BnFxke
— ANI (@ANI) December 4, 2024
મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આ આંચકા અનુભવાયા હતા. આ જોરદાર ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન થયું હોવાની માહિતી હાલમાં સામે આવી નથી. ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકો પોતાનો જીવ બચાવવા ઘર અને એપાર્ટમેન્ટની બહાર ભાગવા લાગ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર મુલુગુ જિલ્લાના મેદારમ વિસ્તાર છે. 4 સપ્ટેમ્બર 2024 ના રોજ મેદારમમાં લગભગ એક લાખ વૃક્ષો પડી ગયા અને હવે બરાબર ચાર મહિના પછી તે જ વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે.
આ પણ વાંચો: તેલંગાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 5.3ની તીવ્રતા