September 8, 2024
યુવાનોના,સદાબહાર શ્રી કૃષ્ણ
Trilok Thaker
Expert Opinion

Krishna With Flute In Scenery Background Krishna, HD wallpaper | Peakpx

આપણા રાષ્ટ્ર પુરુષના શરીરમાં  સમયાંતરે ગાંઠા ગબડા પડ્યા હતા.  ત્યારે કોઈને કોઈ યુગપુરુષે    અવતાર ધારણ કરી શરીરને તંદુરસ્તી આપી હતી ,આવા યુગ પુરુષો, સમયના સર્જક હતા, સમગ્રતા ના વાહક હતા, મનુષ્યતા ના ગાયક હતા. જેઓ એ  આપણી સંસ્કૃતિને ચીરંતનતા, સુરક્ષિતતા  આપી હતી .  તેમાય   શ્રીકૃષ્ણ,  આનંદ સ્વરૂપ, ચેતના ના  સ્વરૂપે અવતર્યા હતા. 

        એ  સમય હતો, ધાર્મિક અંધ શ્રદ્ધાનો .  સમાજમાં  ઉદાસીનતા  હતી. દરેક  વ્યક્તિ, “જીવન, દુખનો સાગર છે અને ત્યાગ, સંન્યસ્ત માત્ર જ ઉકેલ છે” તેવું માનવા લાગેલો . સમાજ ,ઉત્સવ વિહીન, ઉત્સાહ વિહીન અવસ્થા માં ગુંગળાતો હતો. આ સમયે શ્રીકૃષ્ણ એ , ધર્મ, ભક્તિમાં વધેલા    દંભને ડામી, કર્મની ઊર્જા, ઉત્સાહ, અને  ઉમંગને ફેલાવ્યા  હતા  . તેથી તો  આપણે તેને  “પૂર્ણપુરુષોતમ, પૂર્ણ અવતાર”  તરીકે પૂજીએ છીએ.  શ્રી કૃષ્ણ માનવજાત ના  માર્ગદર્શક, ઉપદેશક, ચિંતક, દાર્શનિક  બની જીવ્યા  હતા. કર્મ અને ભક્તિ બન્નેનું સામંજસ્ય ગાનાર, ગાયક હતા. પરમ તત્વના, વિશ્વના નાયક હતા. અર્જુનને “વિષાદયોગ”માંથી “વિજ્યયોગ” તરફ દોરનાર, યુદ્ધ નિર્ણાયક  હતા. જેણે આપણે પણ નમન કરીએ..

        સુરદાસ ના  નાનકડા   બાલમુકુંદે,  માતા  યશોદા ને, સ્નેહથી  નવડાવ્યા હતા અને સાથોસાથ  મુખમાં જ સમગ્ર વિશ્વનું  દર્શન કરાવેલું , તો  યુદ્ધના  મેદાનમાં, ગીતા ગાયકે,  સખા અર્જુનને  વિશ્વ રૂપ બતાવેલું .. (શ્રીકૃષ્ણેએ પોતાના  સમગ્ર જીવનમાં આ બેને  જ  પોતાનું  અસલી રૂપ બતાવ્યું છે.)

        પીંછધારી  કાનુડો ગોવાળિયો જ નહોતો એ ગાયોનો, પર્યાવરણ નો  રક્ષક હતો . નટખટ નંદકિશોરે,  ગોપીઓને, વાંસળી વગાડી, રસ રમાડી,  હદયથી  સ્વીકારી  હતી .

        શ્રીકૃષ્ણ જ પૂર્ણ રંગી, રસેશ્વર હતા,.રાસેશ્વર  હતા.,ઉત્સવરસના  ચાહક હતા,પોતાના  વ્યક્તિગત દુઃખ ,આક્રોશ, આક્રંદ છુપાવી આનંદનાં, ઉત્સવના  વાહક   શ્રીકૃષ્ણ એક જ એવા હતા, કે  જેણે  ધર્મના અતિ ઊંડાણને, ખુબજ સાહજીકતાથી, હસતા નાચતા સમજાવ્યું હતું  . એણે સ્વધર્મનો અર્થ દર્શાવ્યો હતો .       

        : ‘સ્વધર્મે નીધનમ શ્રેય:: અન્ય ધર્મના કરતા પોતાના ધર્મના પાલન કરતા કરતા મરવું વધુ ઉત્તમ છે. સ્વધર્મ એટલે સમાજ પ્રત્યેની ફરજ, સમાજ પ્રત્યેનું ઋણ”.ઋણ જાનના જોખમે પણ ચૂકવવું .અને પ્રાણાંતે  પણ આ સ્વધર્મનું પાલન કરવું. આ સ્પષ્ટ સંદેશ અર્જુનના બહાને, શ્રીકૃષ્ણ, યુવાનોને, સમાજને આપે  છે :-   વળી  શ્રીકૃષ્ણ, યુવાનોને સૂચવે છે કે “. આ માટે, હિંસક ,વિશૈલી  રાક્ષસી વૃતીવાળાને  પહેલા નાથવા. “ યાદ કરીએ  બાલ વયમાં જ પૂતનાને , થોડા મોટા થઈને  ઝેરીલા કાલીનાગને, નાથ્યા હતા.,.તેમજ મુસ્ટીક પહેલવાન,બકાસુર,અઘસુર કે ઘોતક જેવા  અસુરોને મોતને ઘાટ  ઉતારેલા.

યુવા કૃષ્ણએ  ,દુરાચારી  પાંચજન્ય નામના  રાક્ષસને મારી, ગુરુને દક્ષિણા  આપી હતી  . આ પાંચજન્ય રાક્ષસના હાડકાના ભૂકા માંથી, પોતાનો પાંચજન્ય શંખ બનાવ્યો હતો. આધ્યાત્મિક રીતે પાંચજન્ય એટલે આપણી પાંચ ઇન્દ્રિયો. જેને કૃષ્ણે પોતાના અંકુશમાં રાખી હતી. આ  દ્વારા કૃષ્ણ  યુંવાનોને  પોતાની પાંચ ઇન્દ્રિયોને અંકુશમાં રાખવાનું સૂચવે છે.

 

શ્રીકૃષ્ણ માટે યુવાન  એટલે,  “ઉમરથી નહીં પણ ગુણોથી  યુવાન”  એવો અર્થ હતો   કારણકે  ધર્મ  તો ઉમર કરતા ગુણને વધુ મહત્વ આપે છે.

.       શ્રીકૃષ્ણ  યુવાનોને, ધ્યેય લક્ષી બનાવવા માગતા હતા . શ્રી કૃષ્ણનું લક્ષ્ય “ધર્મનું સંસ્થાપન હતું.. એટલે તો પાંડવોનો ટીમ બનાવી હતી . તેમણે  તો પશુ સમાન જીવન જીવતા અતિ ભોગવાદી સમાજમાંથી  પુન: યોગવાદી સમાજ બનાવવાનું  કાર્ય કરવાનું હતું.  વાનર માંથી નર અને પશુમાંથી, પશુપતિ બનાવવાનું અઘરું કાર્ય કરવું હતું.

શ્રીકૃષ્ણ  ગતિશીલ છતાં સ્થિતપ્રજ્ઞ હતા..  બીજા અધ્યાયના ( શ્લોક ૫૫,૫૬,૫૭,૫૮ ) શ્રી કૃષ્ણ, યુવાનોને મનનશીલ મુનિ બનવાની , સ્થિતપ્રજ્ઞતા કેળવવાની સલાહ આપે છે. સ્થિતપ્રજ્ઞતા માટે,.      ઉતેજના જગાવવી વૃતિ, વિષય, વિકાર પ્રત્યે ‘કાચબાની  જેમ અંગો સંકોરતા રહેવાનું  કહે છે 

 

 શ્રીકૃષ્ણે  ગીતા દ્વારા, યુવા સમાજની “વિજીગીશું વૃતિને = “સદાય વિજેતા રહેવાની જીદને.”-જગાડી હતી    

શ્રી કૃષ્ણ બે ટૂક કહે છે:-

૧.“મૃત જિંદગી કરતા ‘જીવંત મૃત્યુ સારું.” જીવન ક્ષણ ક્ષણનો  સંઘર્ષ છે , પણ સંઘર્ષ જ શક્તિ બળ અને સામર્થ્ય આપે છે. “તેથી સંઘર્ષથી ડરવું નહીં ,ભાગવું નહીં.

૨”જીવનમાં “વિષાદ નહીં, વિજય અને વિકાસની ભાવનાથી,  તે પૂર્ણ સમર્પિત નિષ્કામ પણે,લોકહિતાર્થે કાર્ય કરતા રહેવું . “      

        ૩. ક્યારેય ઊર્મિ અને આવેગોને ,વશ ન થવું, નિરાશ ન થવું. પણ આ ઉર્મીઓને ઊર્જા બનાવી, રચનાત્મક શક્તિમાં વાળવી. તે માટે સમતા કેળવવી “, (જેને આજે મોડર્ન મેનેજમેન્ટ સાયન્સ “પી.એમ .એ.== પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ” કહે છે. )  

૪.  નિષ્કામ કર્મને  “યજ્ઞ બનાવવાની “(સમિધ સમ  હમ જલે!!) શીખ આપતા કહે છે :- .. સત્ય ની ઉપાસના માટે સન્યાસ લેવાની જરૂરત નથી ,પણ જીવન સંગ્રામમાં રહી, લોક કલ્યાણ અર્થે કર્મો કરવાથી – પણ સત્યની ઉપાસના કરી શકાશે.”.

આમ શ્રીકૃષ્ણ “મનોસામાજિક, મનોવિજ્ઞાનિક  બનીને,  યુવાનોમાં  મનોબળ, બુધીબળ ,અને આધ્યાત્મિક બળ જગાડી  લોકકલ્યાણના માર્ગે વાળવા પ્રયત્ન કર્યો  હતો. 

 

          શ્રીકૃષ્ણ ધર્મરક્ષક હતા, સમાજરક્ષક હતા. .”રાજ્સતાનું  શુદ્ધીકરણ અને સમાજના સબંધોનું  શુદ્ધીકરણ” – આ તેમના લક્ષ્યો હતા.. રાજાઓ ને “”રાજર્ષિ”” યાને = રાજા પણ ઋષિ તુલ્ય રાજા= બનાવવા માગતા હતા. 

        યુવા કૃષ્ણને   નાનપણ થી જ  દુરાચારી , દમનકારી રાજવીઓનો અનુભવ હતો. તેણે અનુભવ્યું હતું કે  સનાતન ધર્મની સ્થાપનામાં, વિલાસી, દુરાચારી  રાજાઓ નડતર રૂપ હતા. (કંસચારૂણ મર્દનમ અમસ્તું ગવાયું છે? ) ભૂતકાળમાં કલંકિત રાજ ઘરાનાને, મહાન તપસ્વી ઋષીઓ નાથતા, ડારતા કે પદચ્યુત કરતા. શ્રીકૃષ્ણ યુવાનોને સલાહ આપે છે :કે જે વ્યક્તિ  સતા વગરનો હોય, દાસ  હોય, અહમ શૂન્ય હોય તે ,ઉપદેશથી, ઠપકાથી સુધરી જાય, પણ સતાવાન, લંપટ, શક્તિવાન, વાતો થી નહિ, લાતો થી જ સુધરે છે.   શ્રી કૃષ્ણ પરાક્રમી  પરિશ્રમી અને  પરોપકારી હતા .

        દુર્યોધનના  વૈભવને ઠુકરાવી, અતિ સામાન્ય વિદુર ના ઘેર જઈ, ભાજી ખાનાર શ્રી કૃષ્ણ યુવાનોને “ અસ્પૃશ્યતાના નિવારણ નો” ઉપાય બતાવે છે.  

        સામાન્ય ગોવાળિયો કંસને મારી નાખે ??!! , તે રાજવી વર્ગ  સહન કરે ખરો??. તેથી જરાસંઘ અને અન્ય  રાજવી ઓ મથુરા પર ચડાઈ કરે છે. કહે છે, શ્રીકૃષ્ણએ  ચડાઈઓ મારી હ્ઠાવી હતી.  પણ તે શ્રી  કૃષ્ણ લોકનેતા  હતા ( કદાચ શ્રી કૃષ્ણ સૌથી પહેલા  પછાત વર્ગના નેતા થઈ ગયા !!, ) જરાસંઘ, કાલયવનના સંયુક્ત બળ  સામે તે   લઘુમતિમાં હતા .તેમજ . સતત  ચડાઈથી  ,વેપાર વાણિજ્ય, ખેતીવાડી વગેરે ને    પારાવાર નુકસાન થઈ રહ્યું હતું.  . તેથી  શ્રીકૃષ્ણે  રણમેદાન છોડ્યું. ને સૌરાષ્ટ્રના -અનાર્ત પ્રદેશ- ,દ્વારકા ભાગી આવ્યા. – આમ શ્રી કૃષ્ણ “રણછોડ” થયા.

        અહીં કૃષ્ણ એક નવો સંદેશ, યુવાનોને આપે છે, તે છે : “ બહુજન સુખાય અને બહુજન હિતાય “ લોકશાહીમાં  વ્યક્તિગત હિત,માન અપમાન કરતા, આપણે  જનતાની સુખાકારી ને પ્રાધાન્ય આપવું જોઈએ . ચાહે તે માટે ગણતંત્ર ખુદ ભલે છોડવું પડે,””   

         શ્રીકૃષ્ણે   દુષ્ટતા સામેની લડાઈ છોડી નહોતી  . તેણે  માત્ર લડાઈનું સ્વરૂપ બદલ્યું હતું .દ્વારકા આવતા સમયે,  રસ્તામાં    ઘણા દુષ્ટ રાજવીઓને પરાસ્ત કરેલા,  તથા તેમના સંતાનોને  રાજ્ય સોપેલા હતા.  (દા. .ત. શુગલ વાસુદેવ નામનો રાજા. તથા ખુદ કાલયવનને  છળ કરી  મારી નાખ્યો હતો  )શ્રીકૃષ્ણ યુવાનોને સંદેશ આપે છે કે “બહુમતી સામે લડવા કરતા, થોડા  સમય માટે, રણ છોડી   નવી વ્યવસ્થા, નવું શાસન ઉભું કરવું . પ્રત્યક્ષ લડાઈ ની રીતરસમ બદલાવવી, પણ  બહુમતિવાળી દુષ્ટતાનો એક એક કરી, છળ – ભેદથી ,નાશ કરવો. – પણ   ધર્મ સંસ્થાપન માટેની લડત ચાલુ રાખવી .

         જયારે રુકમણીજીએ  જાણ્યું કે પોતાના પિતાજી જરાસંઘના દબાણમાં આવી અયોગ્ય રાજવી સાથે, સ્વયંવર રચી પરણાવી દેવા માંગે છે ત્યારે,    રુકમણીજી સામેથી પોતાની પ્રેમ ભાવના, તથા જરાસંઘના બળજબરી પૂર્વકના સ્વયમવરની  રચનાની  વાત કાગળમાં લખી, સુ દેવ નામના બ્રાહ્મણ સાથે  શ્રી કૃષ્ણને મોકલાવી હતી . .કદાચ “વિશ્વનો આ પ્રથમ પ્રેમપત્ર” હતો.  વળી કન્યા દ્વારા  સામેથી  અપહરણ કરી લઇ જવાની વાત હતી .આ સમગ્ર બનાવ ભાગવત માં વર્ણવાયેલો   અદભુત પ્રેમ પ્રસંગ છે. શ્રીકૃષ્ણ,  રુકમણીજી ની  લાગણી, અને તેનાથી ય વિશેષ “એક અબળા ની લાચારી ને નજરે રાખી હતી.  તથા જરાસંઘ નામની દુષ્ટતાને  પડકારવા , રુકમણીજી   અપહરણ કર્યું હતું .  આ રીતે, શ્રીકૃષ્ણ ,યુવા રાજકર્તાઓંને ચાર વાતનો બોધ આપે છે.:

 ૧. લોકોમાં નિર્ભયતા સ્થાપવા માટેની દરેક તક ઝડપવી.

 ૨ .તેમાય અબળા, નબળા લોકોને સદાય મદદ કરતા બનવું. (દ્રૌપદી નું ચીરહરણ થયું ત્યારે ચીર પૂરેલા )

, દુષ્ટતાનો નાશ કરી, ધર્મ સંસ્થાપન કોઈ પણ ભોગે કરવું  

૪ . ધર્મ સંસ્થાપન માટે જ ,સાધન સંપન્ન વાળા બનતું જવું.  નવી નવી તાકાત મેળવતી જવી.

        આ જ સિદ્ધાંતને ,  પુરવાર કરવા કૃષ્ણે “નરકાસુર રાક્ષસ નો  વધ કરી,   નરક માંથી  ૧૬૦૦૦ કન્યાને  છોડાવી હતી. એટલું જ નહીં, કન્યાઓને  પોતાની  પત્નીઓ બનાવી  સામાજિક સુરક્ષાની   છત્રછાયા પ્રદાન કરી હતી.  

        શ્રીકૃષ્ણ યુવાનોને એક વધારાનો સંદેશ એ આપે છે કે “ ગૃહસ્થ બનવા, સંપતીવાન બનવા, શૌર્ય, પરાક્રમ, જરૂરી છે . ધર્મ સંસ્થાપન એ સતત સંઘર્ષો સવાલ છે. ત્યાં આરામ નથી, વિરામ નથી.”” 

        અર્જુન ને ઉપદેશ આપતા, સર્વને સૂચવે છે “ધર્મ માટે યુદ્ધ જરૂરી હોય તો લડવું એ સ્વધર્મ બને છે” ,  જો લડવાનું થાય તો ,આનંદ સાથે લડવું, આનંદ માટે લડવું . અશુભ ના સામના માટે લડવું. શુભ ના રક્ષણ માટે લડવું “ કૃષ્ણ સમજાવે  છે “ અતિ સહિષ્ણુતા, કે  સારાપણા થી સારપ સંકોચાય છે અને દુષ્ટતા આનંદિત બને છે.”

શ્રી કૃષ્ણે  ગણતંત્ર સ્થાપવાના ઉદેશ લઈ  જીવન ભર જજૂમ્યા હતા. પોતાના જીવન કાર્યથી યુવાનોને અદભુત સંદેશ આપ્યો છે. “” એક સફળ, સબળ  સેનાધ્યક્ષે, સારથી બનવાની પણ તત્પરતા રાખવી.””.