November 23, 2024

મસ્કે રચ્યો ઈતિહાસ, ટેસ્લાનો નવો રોબોટ લોન્ચ

Elon Musk New Robot: ટેસ્લા નવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે. ઓપ્ટીમસ હ્યુમન રોબોટ લોન્ચ કરવામાં આવ્યો છે. ટેસ્લાના રોબોટ્સને રોજિંદા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યો છે. આ દરમિયાન મસ્કએ માહિતી આપતા જણાવ્યું કે આ રોબોટ અલગ-અલગ કાર્યો પૂર્ણ કરવા માટે બનાવવામાં આવ્યો છે. જે તમને દરેક પ્રકારની મદદ કરશે.

આ પણ વાંચો: જો તમારી પાસે Vodafone-Idea SIM છે તો આ પ્લાન તમારા માટે બેસ્ટ

રોબોટની કિંમત
મસ્કે કહ્યું કે ટેસ્લાએ રોબોટની કિંમત 20 હજાર ડોલરથી 30 હજાર ડોલરની વચ્ચે રાખવામાં આવી છે. મસ્કે માહિતી આપી હતી કે આ રોબોટ તમારી જેમ ચાલી શકે છે. તમારી સાથે ઘર કામ પણ કરી શકે છે. નાની-નાની વસ્તુઓ સિવાય આ રોબોટ તમામ પ્રકારના કામ કરી રહ્યો છે. એક ઓપ્ટીમસ રોબોટ પણ હાજર લોકો સાથે ગેમ રમતા જોવા મળ્યો હતો. બીજો એક રોબોટ ડાન્સ કરતો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ થયું ડાઉન, આવી રહી છે આ સમસ્યા

ખૂબ વખાણ થઈ રહ્યા છે
ઓપ્ટિમસ પ્રોજેક્ટની શરૂઆત મસ્ક દ્વારા વર્ષ 2021માં કરાઈ હતી. 2022માં ટેસ્લાની આ પહેલના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે. આ રોબોટના વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે.