September 17, 2024

‘ગદર 2’ ફિલ્મને લઈ મોટું અપડેટ, મેકર્સે લીધો મોટો નિર્ણય

Sunny Deol: બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચનાર સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ‘ગદર 2’ વધુ એક વખત સિનેમાઘરોમાં પરત ફરશે. આ ફિલ્મ ચાર ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થશે. પરંતુ આ વખતે તે દિવ્યાંગ પ્રેક્ષકો (Deaf audience) માટે ઈન્ડિયન સાઈન લેંગ્વેજ (આઇએસએલ)માં રિલીઝ થશે.

‘ગદર 2’ સૌથી વધુ કમાણી કરનારી હિંદી ફિલ્મોમાંની એક છે
‘ગદર 2’ નો ખુમાર ગત વર્ષે દેશભરમાં લાખો લોકો પર જોવા મળ્ચો હતો. આ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી હિંદી ફિલ્મોમાંની એક ફિલ્મ છે. ફિલ્મને આઇએસએલમાં રિલીઝ કરવાનો ઉદ્દેશ્ય દિવ્યાંગ દર્શકોને ઈમર્શિવ સિનેમૈટિક એક્સપિરિયંસ પ્રદાન કરવાનો છે. આ પગલા માટે જી સ્ટૂડિયોએ ફિલ્મની પ્રથમ વર્ષગાંઠ પહેલા ‘ઈન્ડિયન સાઈનિંગ હૈંડ્સ’ નામના સંગઠન સાથે ભાગીદારી કરી છે.

આ પણ વાંચો: આ ગુજરાતી ફિલ્મના શૂટિંગ દરમિયાન આઈ વરૂડીએ આપ્યો હતો પરચો!

ફિલ્મ રિલીઝને લઈ સની દેઓલ અને અમિષા પટેલે શું કહ્યું?
આ પહેલને લઈ ફિલ્મની અભિનેત્રી અમીષા પટેલે કહ્યું ગદર ફિલ્મોનો ભાગ બનવું મારા માટે ખાસ પ્રવાસ રહ્યો છે. એ વાત ખુબ જ સારી છે કે અમે સકીનાની કહાનીને મોટા પડદા પર ખાસ દર્શકો માટે પ્રસ્તુત કરી રહ્યા છીએ. જેને આપણી માફક સિનેમાનો સંપૂર્ણ આનંદ લેવાનો પર્યાપ્ત અવસર મળતો નથી. મને આશા છે કે, આ પહેલ અન્ય ફિલ્મ નિર્માતાઓને સિનેમામાં આગળ લઈ જવા માટે પ્રેરિત કરશે.

ત્યાં જ સની દેઓલે કહ્યું કે, ગદર 2 એક એવી ફિલ્મ છે જેનું સ્થાન મારા દિલમાં અલગથી છે અને હંમેશા રહેશે. રિલીઝના એક વર્ષ બાદ પણ દર્શકો પાસેથી મળી રહેલા પ્રેમ અને સમર્થનને જોઈ ખુબ જ સારૂ લાગે છે. ઈન્ડિન સાઈન લેંગ્વેજ સાથે ફિલ્મ ફરીથી રિલીઝ થતા આ ફિલ્મ ફરીથી દર્શકોના દિલ જીતી લેશે.