અમદાવાદના વાલીઓ માટે ખુશખબર: QR કોડ સ્કેન કરીને નજીકની શાળા વિશે મેળવો માહિતી
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: હવે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં એડમિશન લેવા માટે અમદાવાદનાં જીલ્લા શીક્ષણાધિકારી મદદ કરશે. વાલી QR કોડ સ્કેન કરીને નજીકની શાળા વિશે માહિતી મેળવી શકશે.
અમદાવાદમાં અનેક ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ આવેલી છે અને અનેકવાર જોવા મળ્યું છે કે વાલીને આ શાળાઓની માહિતી હોતી નથી.. જેને લઇને અમદાવાદ શહેરનાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવેલો આ નવતર પ્રયોગ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકશે. આ નવતર અભિગમ થકી વાલીને શાળાઓની સાથે સાથે સરકારી યોજનાની પણ માહિતી મળશે.
અમદાવાદની વાત કરવામાં આવે તો 312 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે જેમાં 1200થી વધુ વર્ગોમાં 70 હજાર થી વધુ બાળકો અભ્યાસ કરે છે. ત્યારે અનેક વાલીઓને શાળાઓ વિશે ખ્યાલ હોતો નથી. ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં અમદાવાદનાં DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે હાલની સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબ, ડીજીટલ ક્લાસ રૂમ અને તમામ પ્રકારની સુવિધાથી સજ્જ છે. જેને લઇને વાલીઓને ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં મફત કે નજીવા દરે બાળક અભ્યાસ કરી શકે છે તેની માહિતી હોતી નથી. જેને લઇને આ પ્રયોગ કરવામાં આવ્યો છે.
શાળાની સાથે સાથે શિષ્ય વૃતિનો પણ લાભ વિદ્યાથીઓને મળે છે. સરકારી યોજના જેમકે નમો સરસ્વતી, નામો લક્ષ્મી યોજના, જ્ઞાન સાધના સ્કોલરશીપ જેવી અનેક સહાય મળે છે આ બધી લાભની બાબત વાલીઓ સુધી પહોંચાડવા માટે અને તેમની નજીક ગ્રાન્ટેડ શાળાની જાણકારી આપવા માટે એક ક્યુઆર કોડ દ્વારા મેપિગ સાથેની માહિતી નજીકની ગ્રાન્ટેડ શાળા આચાર્યનું નામ, સ્કૂલમાં પ્રવાહનું નામ, ધોરણો તે તમામ માહિતી મુકવામાં આવી છે. નજીકની શાળા કેટલાક કિલોમીટર દુર છે તેની માહિતી મેળવી શકે અને ઈન્કવાયરી કરી શકે આ ઉપરાંત શારથી હેલ્પલાઈન દ્વારા એડમીશનમાં કોઈ તકલીફ પડે તો પ્રવેશ માટે મદદરુપ થઈ શકે તેનો પ્રયાસ કર્યો છે.