PF ખાતાધારકો માટે મોટા સમાચાર, આવતા વર્ષથી ATMમાંથી PFના પૈસા ઉપાડી શકાશે!
PF Money From Atm: EPFO સબસ્ક્રાઇબર્સ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. આવતા વર્ષની શરૂઆતથી PF ખાતાધારકો તેમની પીએફની રકમ સીધી ATMમાંથી ઉપાડી શકશે. શ્રમ સચિવ સુમિતા ડાવરાએ બુધવારે આ મોટી જાહેરાત કરી છે. શ્રમ મંત્રાલય દેશના મોટા કર્મચારીઓને વધુ સારી સેવાઓ પ્રદાન કરવા માટે તેની IT સિસ્ટમને અપગ્રેડ કરી રહ્યું છે. શ્રમ સચિવે જણાવ્યું હતું કે, ‘અમે મેમ્બર્સ દ્વારા કરાયેલા ક્લેમોને ઝડપથી સેટલ કરી રહ્યા છીએ અને ઇઝ ઓફ લિવિંગની પ્રક્રિયાને સુધારવા માટે સરળ બનાવી રહ્યા છીએ. હવે ક્લેમ કરનાર લાભાર્થી પોતાના ક્લેમની રકમ સીધી એટીએમમાંથી મેળવી શકશે. આ ન્યૂનતમ માનવ હસ્તક્ષેપ તરફ દોરી જશે અને પ્રક્રિયાને સરળ બનાવશે.
#WATCH | Delhi | On PF withdrawal through ATMs, Secretary of Ministry of Labour and Employment, Sumitra Dawra says, “We are upgrading the IT system of our PF provision. We have already seen some improvements. The speed and auto-settlement of claims have increased, and unnecessary… pic.twitter.com/sT8KemnIF8
— ANI (@ANI) December 11, 2024
નવા વર્ષમાં મોટા ફેરફારો જોવા મળશે
લેબર સેક્રેટરીએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું, ‘સિસ્ટમને સતત અપગ્રેડ કરવામાં આવી રહી છે. તમે દર 2 થી 3 મહિનામાં નોંધપાત્ર સુધારો જોશો. મને વિશ્વાસ છે કે, જાન્યુઆરી 2025થી મોટો ફેરફાર જોવા મળશે. જ્યારે અમારી પાસે EPFOમાં IT 2.1 વર્ઝન હશે. વધુમાં તમેણે કહ્યું, અમારો ઉદ્દેશ્ય EPFOના IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અમારી બેંકિંગ સિસ્ટમની જેમ સમાન સ્તરે લાવવામાં આવશે. નોંધનીય છે કે, EPFO એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનમાં લગભગ 7 કરોડ સક્રિય કોન્ટ્રીબ્યુટર્સ છે. શ્રમ સચિવે ઇઝ ઓફ લિવિંગ વધારવા માટે EPFO સેવાઓમાં સુધારો કરવા તરફના સરકારના પ્રયાસોની પણ પ્રશંસા કરી.
ATMમાંથી PFના પૈસા ઉપાડી શકાશે
EPFO 3.0 માં, કર્મચારીઓને ATM દ્વારા PFના પૈસા ઉપાડવાની સુવિધા મળશે. આ તે પૈસા હશે જેના માટે કર્મચારીઓએ ક્લેમ કર્યો હશે. કર્મચારીઓએ આંશિક ઉપાડ માટે અરજી કરવાની રહેશે. કર્મચારીઓ અમુક ખાસ સંજોગોમાં જ PFના પૈસા ઉપાડી શકે છે. કર્મચારીઓ EPFO વેબસાઇટ (https://www.epfindia.gov.in) અથવા ઉમંગ એપ દ્વારા આંશિક ઉપાડ માટેના ક્લેમ સબમિટ કરી શકે છે. કર્મચારી સંગઠનો દ્વારા લાંબા સમયથી ઇપીએફમાં મળતી પેન્શનની રકમ વધારવાની માંગ કરવામાં આવી રહી હતી. હવે EPFO 3.0 માં પેન્શનની રકમ વધારવા પર કામ થવાની અપેક્ષા છે. સરકારની આ પહેલથી કરોડો કર્મચારીઓને ફાયદો થશે.