ગુજરાત ટાઇટન્સની તાકાત થઈ બમણી, ખતરનાક ઓલરાઉન્ડરે ગ્લેન ફિલિપ્સનું સ્થાન લીધું

IPL 2025: આઈપીએલની સિઝન જોરદાર ચાલી રહી છે. ચાહકોને શાનદાર મેચ જોવા મળી રહી છે. હવે સિઝન મધ્યમમાં પહોંચી ગઈ છે. આ વચ્ચે ગુજરાત ટાઇટન્સની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં શ્રીલંકાના ખેલાડી દાસુન શનાકાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેણે ઇજાગ્રસ્ત ગ્લેન ફિલિપ્સનું સ્થાન લીધું છે.

આ પણ વાંચો:  મોદીએ મસ્ક સાથે ફોન પર વાત કરી, જાણો બંને દિગ્ગજો વચ્ચે કયા વિષયો પર ચર્ચા થઈ?

ગ્લેન ફિલિપ્સને તેના સ્થાને સમાવવામાં આવ્યા હતા
ગ્લેન ફિલિપ્સના સ્થાને ગુજરાત ટાઇટન્સની ટીમમાં દાસુન શનાકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. હૈદરાબાદ સામેની મેચમાં અવેજી ફિલ્ડર તરીકે ફિલ્ડિંગ કરતી વખતે ફિલિપ્સ ઘાયલ થયો હતો. ઇશાન કિશનના શોટને રોકવાનો પ્રયાસ કરતી વખતે તે પડી ગયો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઈજા વધારે થઈ ગઈ હતી. જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું. હવે તે IPL 2025માંથી બહાર છે. તે ન્યુઝીલેન્ડ પરત ફર્યો છે. ફિલિપ્સ આ સિઝનમાં એક પણ મેચ રમ્યા નહીં અને સમગ્ર સિઝન દરમિયાન બેન્ચ પર રહ્યો હતો. આ પહેલા ફાસ્ટ બોલર કાગીસો રબાડા પણ અંગત કારણોસર ટીમ છોડીને પોતાના દેશ પરત ફર્યા હતા.