December 9, 2024

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત્, ગાંધીનગર 15 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર

અમદાવાદઃ રાજ્યમાં ઠંડીનો ચમકારો દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે. ત્યારે અમદાવાદમાં 16 ડિગ્રી અને ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

રાજ્યનું સૌથી ઠડું શહેર ગાંધીનગર રહ્યું હતું. આગામી પાંચ દિવસ ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે.

25થી 28 નવેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. આ ઉપરાંત 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે.