અમદાવાદમાં કેફેની આડમાં ચાલતું હતું હુક્કાબાર, PCBએ નિકોટીન યુક્ત જુદા જુદા ફ્લેવરના હુક્કા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

Ahmedabad: અમદાવાદ શહેરમાં કેફેની આડમાં ચાલતું ગેરકાયદેસર હુક્કાબાર ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. અમદાવાદમાં રાત્રિ દરમિયાન સરખેજ વિસ્તારમાં પીસીબીએ દરોડા પાડ્યા હતા. તેમાં બ્રુ રોસ્ટ કાફેમાં કેફેની આડમાં ગેરકાયદેસર હુક્કાબાર ચાલતુ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર સરખેજ મકરબા મહંમદપુરા રોડ ફાલ્કન મોર્ટસની ગલી શ્રી રામ મોર્ટસની બાજુમાં આવેલ બ્રુ રોસ્ટ કેફેમાં હુક્કાબાર ચલાવવામાં આવે છે. અહીં કેેફે માલિક દ્વારા પોતાના મળતીયા માણસો મારફતે બહારથી માણસો બોલાવવામાં આવે છે અને પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર હુક્કાબાર ચલાવે છે. તેમા જુદા-જુદા હર્બલ ફ્લેવરની બદલે નીકોટીન યુકત ફલેવરના તમાકુવાળા હુક્કા ભરી ગ્રાહકોને પીવડાવવામા આવે છે. જોકે, હાલ પીસીબીએ નિકોટીન યુક્ત જુદા જુદા ફ્લેવરના હુક્કા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કબજે કરાયેલ મુદ્દામાલ:
– હુક્કાબારના ફ્લેવરના પેકેટ નંગ- 41 કુલ કિં.રૂ. 14958
– હુક્કો નંગ- 30 કિં.રૂ.30000/-
– ફોઇલ પેપર નંગ 2 કિ.રુ.00/-
– ચીલમ નંગ-30 કિંમત રૂ.00/-
– ચીપીયોનંગ-02 કિંમત રૂ.00/-
– હુક્કાની પાઇપ નંગ 35 કિ.રુ.00/-
– ફીલ્ટર નંગ 252 કિ.રુ.૦૦/-
– રોકડા રુપીયા 2250/-
– બીલ બુક નંગ 2 કિ.રુ.00/- મળી કુલ્લે કિ.રુ. 47208/- ની મત્તાનો મુદ્દામાલ

જોકે, આ કેફેનું સંચાલન દિવ્યરાજસિંહ અને અબ્દુલહમીદ કરતા હતા. તેમજ કેફેમાં મેનેજર તરીકે  આમીર ફીરોજખાન પઠાણ ફરજ પર હતો.