December 9, 2024

અમરેલીના વડીયામાં સામુહિક દુષ્કર્મ મામલે દેહવ્યાપારનો પર્દાફાશ

Amreli: અમરેલીના વડીયાના મોટી કુંકાવાવમાં ગેંગ રેપ મામલે વધુ એક ખુલાસો થયો છે. દિપક નામનો આરોપી મહિલા સાથે મળી દેહવ્યાપાર કરતો હતો. યુવતી આરોપીના ઘરે પહોંચતા સમગ્ર કાંડ બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. છોકરીઓને પોતાના ઘરે રાખી જુદી જુદી જગ્યાએ મોકલતા હતા.

મળતી માહિતી અનુસાર વડીયાના કુંકાવાવમાં સામુહિક દુષ્કર્મ કેસમાં કુટણખાનાનો પર્દાફાશ થયા બાદ પોલીસ એક્શન મોડમાં છે. દિપક નામનો આરોપી અમરેલીની મહિલા સાથે મળી દેહવ્યાપાર કરતો હતો. જોકે, યુવતી આરોપીના ઘરે પહોંચતા સમગ્ર કાંડ બહાર આવ્યો હતો. આરોપી છોકરીઓને પોતાના ઘરે રાખી જુદી જુદી જગ્યાએ મોકલતા હતા. જોકે, ગત મોડી રાત્રે વધુ બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ 4 લોકો વિરુદ્ધ ગેંગ રેપની ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો: 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી સામુહિક દુષ્કર્મ, પોલીસે તપાસ હાથ ધરી