October 5, 2024

17 વર્ષની છોકરીના પેટમાંથી નીકળી એવી વસ્તું, ઓપરેશન કરનારા ડોક્ટરો પણ આશ્ચર્યચકિત

Trichotillomania disorder: વિશ્વભરમાંથી એકથી એક ચોંકાવનારા સમાચાર સામે આવતા રહે છે. કોઈ વ્યક્તિના પેટમાંથી લોખંડ મળી આવ્યું હતું અને કોઈના પેટમાંથી નેઈલ કટર બહાર કાઢવામાં આવ્યું હતું. હવે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક છોકરીના પેટમાંથી લગભગ દોઢ કિલો વાળ કાઢવામાં આવ્યા છે. આ 17 વર્ષની છોકરી એક વિચિત્ર બીમારીથી પીડિત છે.

આ મામલો પોંડુચેરીથી પ્રકાશમાં આવ્યો છે જ્યાં છોકરી પેટમાં તીવ્ર દુખાવો, ઉબકા અને ઉલ્ટી જેવી સમસ્યાઓથી પીડાતી હતી. આ પછી તેને સારવાર માટે ડોક્ટર પાસે લઈ જવામાં આવી હતી પરંતુ જ્યારે ડોક્ટરોએ તપાસ કરી તો ચોંકાવનારી માહિતી સામે આવી હતી. તપાસમાં છોકરીના પેટમાં બોલ જેવું કંઈક જોવા મળ્યું હતું.

જ્યારે ડોક્ટરોએ તેની તપાસ કરી તો જાણવા મળ્યું કે તે વાળનો મોટો ગુચ્છો હતો. અને છોકરી ટ્રાઈકો બૈજોરથી પીડિત છે. જીઈએમ હોસ્પિટલના ડો. શશીકુમારના કહેવા પ્રમાણે, આ છોકરી એક વર્ષથી વધુ સમયથી વાળ ગળી રહી હતી. ડોકટરો દ્વારા સર્જરી દ્વારા દૂર કરવામાં આવેલ વાળનો ગુચ્છો 35 સેમી લાંબો અને 1.5 કિલો વજનનો હતો.

આ પણ વાંચો: VIDEO: ભ્રષ્ટાચારને ડામવા આ વ્યક્તિ પુરાવાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યો

મળતી માહિતી મુજબ, 90 મિનિટ સુધી ચાલેલી સર્જરી દ્વારા પેટમાંથી વાળનો મોટો બોલ કાઢવામાં આવ્યો હતો. આ છોકરી 12મા ધોરણમાં અભ્યાસ કરે છે અને અચાનક જ તેને સ્કૂલમાં ભારે દુખાવો થતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તપાસમાં તે ટ્રાઇકો-બૈજોર રોગથી પીડિત હોવાનું બહાર આવ્યું હતું. હાલ તેની સારવાર ચાલી રહી છે.

ટ્રાઇકોટિલોમેનિયા શું છે?
ટ્રાઇકોટિલોમેનિયાથી પીડિત વ્યક્તિ પોતાના વાળ તોડીને ફેંકી દે છે. તેનાથી પીડિત વ્યક્તિને માનસિક અને શારીરિક રીતે નુકસાન થાય છે. આ 17 વર્ષની છોકરી આ બીમારીથી એટલી પ્રભાવિત થઈ ગઈ હતી કે તેણે તેના વાળ તોડવાની સાથે ગળી જવાનું પણ શરૂ કરી દીધું હતું. લગભગ એક વર્ષથી તે આવું કરી રહી હતી.