March 26, 2025

IND vs ENG: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં રોહિત બનાવી શકે છે આ મોટો રેકોર્ડ

IND vs ENG: રોહિત શર્માએ ફરી વાપસી કરી છે. ઇંગ્લેન્ડ સામેની બીજી ODIમાં 90 બોલમાં 119 રન બનાવવામાં સફળ રહ્યો હતો. તેણે 12 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. હવે આવતીકાલે અમદાવાદમાં રમનારી મેચમાં પણ રાહુલ પાસે સારા પ્રદર્શનની અપેક્ષા છે. આવતીકાલે મેચમાં રોહિત પાસે વધુ એક રેકોર્ડ બનાવવાની તક છે.

આ પણ વાંચો:Champions Trophy 2025: જાણો ચેમ્પિયન્સ ટ્રોફીના તમામ 8 દેશોની જર્સીની કિંમત

રોહિત શર્મા આ રેકોર્ડ બનાવી શકે છે
આવતીકાલે રમનારી મેચમાં તે 13 રન બનાવી લે છે તો તે વનડેમાં 11, 000 રન બનાવનાર દુનિયાનો સૌથી ઝડપી બેટ્સમેન બની જશે. વનડેમાં સૌથી ઝડપી રન બનાવવાનો રેકોર્ડ વિરાટના નામે છે. કોહલીએ તેની 230મી વનડેની 222મી ઇનિંગમાં 11, 000રનનો આંકડો પાર કર્યો છે. રોહિત ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં સદી ફટકારવામાં જો સફળ થાય છે તો સચિન અને કોહલી પછી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50 સદી ફટકારનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બની જશે.