December 13, 2024

સંજુ સેમસનની સદી પર પત્નીએ લખ્યો હૃદયસ્પર્શી સંદેશ

Sanju Samson Wife Insta Story: ભારતીય ટીમે પ્રથમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને હાર આપી હતી. સૂર્યકુમાર યાદવની કમાન હેઠળ ટીમ ઈન્ડિયાએ 61 રનથી જીત પ્રાપ્ત કરી હતી. સંજુ સેમસને 50 બોલમાં 107 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. સંજુ સેમસનની સદી પર પત્ની ચારુલતા રમેશે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી છે. આવો જાણીએ કે તેણે આ પોસ્ટમાં શું લખ્યું.

ખેલાડીઓની ખાસ યાદીમાં સામેલ
સંજુ સેમસને પોતાની ઇનિંગમાં 7 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. તેણે એટલું શાનદાર પ્રદર્શન કર્યું હતું કે સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પહેલા પણ સંજુ સેમસને બાંગ્લાદેશ સામે સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. સતત 2 સદી ફટકારતાની સાથે તે ખાસ યાદીમાં સામેલ થઈ ગયો છે. સંજુ સેમસનની સદી પર પત્ની ચારુલતા રમેશે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડકપ પછી ટીમ ઈન્ડિયા આજે સાઉથ આફ્રિકા સામે ટકરાશે, જાણો હેડ ટુ હેડ રેકોર્ડ

સંજુ સેમસન સુપરહીરો
સંજુ સેમસનની સદી પર પત્ની ચારુલતા રમેશે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી છે. તેની પત્નીએ પોસ્ટમાં લખ્યું કે માય ફોરેવર ફેવરિટ હીરો… આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભારત તરફથી સંજુ સેમસને 50 બોલમાં 107 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 10 સિક્સર ફટકારી હતી.