December 12, 2024

IND vs AUS: ટીમ ઈન્ડિયાને હારનો ખતરો, બીજી ઈનિંગમાં પણ બેટિંગ ફ્લોપ

IND vs AUS 2nd Test Day 2 Report: એડિલેડ ટેસ્ટમાં બીજા દિવસના અંત સુધીમાં ભારતે બીજી ઈનિંગમાં 4 વિકેટના નુકસાન પર 128 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિંગમાં હજુ પણ 29 રનથી પાછળ છે. ભારતની બીજી ઈનિંગમાં અત્યારે રિષભ પંત 28 રન અને કેપ્ટન નીતિશ કુમાર રેડ્ડી 15 રન સાથે રમી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી અત્યાર સુધી પેટ કમિન્સ અને સ્કોર બોલેન્ડે બે-બે વિકેટ લીધી છે જ્યારે મિચેલ સ્ટાર્કે પણ એક વિકેટ લીધી છે.

પ્રથમ દિવસની અંતે ઓસ્ટ્રેલિયાએ એક વિકેટના નુકસાને 86 રન બનાવી લીધા હતા. ભારત માટે બીજા દિવસની શરૂઆત સારી થઈ કારણ કે નાથન મેકસ્વિની અને સ્ટીવ સ્મિથ જલ્દી આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. માર્નસ લાબુશેને 64 રનની અડધી સદી રમી હતી, પરંતુ ટ્રેવિસ હેડ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. 99થી વધુના સ્ટ્રાઈક રેટથી રમતા હેડે 140 રન બનાવ્યા, જે તેની ટેસ્ટ કારકિર્દીની આઠમી સદી હતી.

ભારત હારથી 5 વિકેટ દૂર
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ભારત પર 157 રનની લીડ મેળવી હતી. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી. રાહુલ માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો અને તેના સિવાય વિરાટ કોહલી માત્ર 11 રન બનાવી શક્યો હતો. જયસ્વાલ અને શુભમન ગિલે અનુક્રમે 24 અને 28 રન બનાવ્યા હતા. તેને શરૂઆત તો મળી, પરંતુ મોટી ઇનિંગ્સ રમવામાં તે નિષ્ફળ રહ્યો. કેપ્ટન રોહિત શર્મા ક્રિઝ પર આવ્યા ત્યારથી સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો, જે 6 રનના સ્કોર પર પેટ કમિન્સ દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો. હવે ભારત હારથી માત્ર 5 વિકેટ દૂર છે.