IND vs PAK Asia Cup 2025: ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી જામશે જંગ, એશિયા કપમાં રમાય શકે છે 3 મેચ

IND vs PAK Asia Cup 2025: ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. આ વર્ષે ફરી એકવાર તેઓ ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચેનો શાનદાર મુકાબલો જોવા મળશે. તાજેતરમાં બંને ટીમો વચ્ચે એક મેચ રમાઈ હતી. આ મેચ 23 ફેબ્રુઆરીએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હેઠળ યોજાઈ હતી, જેમાં ભારતીય ટીમે જીત મેળવી હતી.
હવે ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. આ વર્ષે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. આ મેચ એશિયા કપ 2025 હેઠળ રમાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે (ACC) એશિયા કપ માટે સંભવિત વિન્ડો નક્કી કરી છે.
આ ટુર્નામેન્ટ આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે. આ વખતે આ એશિયા કપ UAEમાં થઈ શકે છે. જો કે, ભારત ટુર્નામેન્ટનું યજમાન રહેશે. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી અંગે પાકિસ્તાન સાથે જે બન્યું તે ધ્યાનમાં લેતા ACCએ એશિયા કપ માટે તટસ્થ સ્થળ નક્કી કર્યું છે. જો કે, અંતિમ સ્થળ હજુ નક્કી થયું નથી.
આ એશિયા કપ 2025માં ફાઇનલ સહિત કુલ 19 મેચો 8 ટીમો વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, યુએઈ, ઓમાન અને હોંગકોંગ પણ ભાગ લેશે. બધી ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે.
નોકઆઉટ (સુપર-૪) મેચ રાઉન્ડ રોબિન હેઠળ રમી શકાય છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં મૂકી શકાય છે. જો આ બંને ટીમો ફાઇનલમાં પહોંચે છે, તો ચાહકો ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 3 શાનદાર મેચ જોઈ શકશે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા આયોજિત ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. શરૂઆતની મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાન ટીમને 60 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારપછી પાકિસ્તાનની ટીમે 23 ફેબ્રુઆરીએ ભારત સામે બીજી મેચ રમી હતી. દુબઈમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે 6 વિકેટથી જીત મેળવી હતી. આ રીતે તેની યજમાનીમાં રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ પહેલા પાંચ દિવસમાં બે મેચ હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી.
જો કે, ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન ટીમને ગુરુવારે (27 ફેબ્રુઆરી) બાંગ્લાદેશ સામે તેની ત્રીજી અને છેલ્લી મેચ રમવાની હતી. આ મેચ રાવલપિંડીમાં યોજાવવાની હતી, પરંતુ વરસાદને કારણે મેચ સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. આ રીતે બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા હતા. આ રીતે પાકિસ્તાની ટીમ તેના ગ્રુપ-એમાં સૌથી નીચે રહી છે.