News 360
December 30, 2024
Breaking News

IPL 2024: ઓરેન્જ કેપ રેસમાં કોણ છે આગળ?

IPL 2024: IPLની 17મી સિઝનની ગઈ કાલની 35મી મેચ બાદ ઓરેન્જ કેપની યાદીમાં મોટો ફેરફાર થયો છે. હૈદરાબાદ ટીમના ખેલાડી ટ્રેવિસ હેડ દિલ્હી સામે 89 રનની ઈનિંગ રમી હતી. જે બાદ તે સીધો બીજા સ્થાને પહોંચી ગયો છે. જોકે મહત્વની વાત એ છે કે વિરાટ કોહલી હજુ પણ ટોપ પર છે.

પ્રથમ સ્થાન પર દબદબો
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં અત્યાર સુધી 35 મેચ રમાઈ ગઈ છે. ગઈ કાલની મેચમાં હૈદરાબાદની ટીમનો વિજ્ય થયો હતો. આ સિઝનમાં વિસ્ફોટક બેટિંગ કરતા જોવા મળેલ ટ્રેવિસ હેડ તેની નજીક પહોંચી ગયો છે. ટ્રેવિસ હેડે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં માત્ર 32 બોલમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 89 રન બનાવ્યા છે. આ સિઝનમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદી તેનું નામ આવી ગયું છે. બેટ્સમેનોની યાદીમાં તે સીધા બીજા સ્થાન પર પહોંચી ગયો છે. પર્પલ કેપની જો વાત કરવામાં આવે તો કુલદીપ યાદવ પણ ટોપ-5માં પહોંચી ગયો છે.

આ પણ વાંચો: IPL 2024: દિલ્હીના બોલરોને પછાડનાર અભિષેક શર્મા કોણ છે?

ત્રીજા સ્થાને પહોંચી ગયો
IPL 2024માં ટ્રેવિસ હેડના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 6 મેચમાં 54ની એવરેજથી 324 રન બનાવી દીધા છે. જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 216 થયો છે. આ યાદીમાં વિરાટ પ્રથમ સ્થાન પર છે. રિયાન પરાગ ત્રીજા સ્થાન પર 318 રન સાથે છે. સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો ખેલાડી અભિષેક શર્મા સૌથી વધુ રન બનાવનારની યાદીમાં 10માં સ્થાન પર છે. જેમાં તેણે 7 ઇનિંગ્સમાં 36.71ની એવરેજથી 257 રન બનાવ્યા છે.

પ્રવેશ કર્યો
આઈપીએલની 17મી સિઝનમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો જસપ્રીત બુમરાહ 13 વિકેટની સાથે પહેલા સ્થાન પર જોવા મળી રહ્યો છે. કુલદીપ યાદવ હવે 10 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં 5માં સ્થાને પહોંચી ગયો છે. યુઝવેન્દ્ર ચહલ અને ગેરાલ્ડ કોએત્ઝી 12-12 વિકેટ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાને મુસ્તાફિઝુર રહેમાન છે જેણે અત્યાર સુધી 11 વિકેટ ઝડપી છે.