December 12, 2024

શું રોહિત શર્મા છે ભારતનો સૌથી ખરાબ ટેસ્ટ કેપ્ટન?

Rohit Sharma Test Record As Captain: રોહિત શર્માની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટમાં હાર મળી છે. પ્રથમ ટેસ્ટ મેચ જે પર્થમાં રમાઈ હતી તેમાં ટીમ ઈન્ડિયાને જીત મળી હતી. આ મેચમાં જસપ્રીત બુમરાહે ટીમની કમાન સંભાળી હતી. આ પછી હવે પિંક બોલ ટેસ્ટમાં રોહિતની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાને હાર મળતા રોહિત શર્માની કેપ્ટનશિપ પર અનેક સવાલો થઈ રહ્યા છે. એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ રોહિતે એક શરમજનક રેકોર્ડ બનાવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસે કોમ્બિંગ નાઈટના બે સપ્તાહમાં જનતાને 93 લાખથી વધુ દંડ ફટકાર્યો

રોહિતે શરમજનક રેકોર્ડ બનાવ્યો
રોહિત શર્મા ત્રીજો એવો કપ્તાન છે કે સતત 4 થી વધુ ટેસ્ટમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે સૌથી વધારે પરાજયનો સામેનો રેકોર્ડ મન્સૂર અલી ખાન પટૌડીના નામે છે. બીજા સ્થાન પર સચિન તેંડુલકરનું નામ આવે છે. ત્રીજા સ્થાન પર દત્તા ગાયકવાડનું નામ આવે છે. આ પછી એમએસ ધોનીનું નામ આવે છે. આ પછી વિરાટ અને હવે નવા કેપ્ટનનું નામ એડ થયું છે તે છે રોહિત શર્મા.