ઇઝરાયલે ગાઝામાં ભારે બોમ્બમારો કર્યો, 23 પેલેસ્ટિનિયનોના મોત

Israeli Airstrikes: ગાઝા પટ્ટીમાં હમાસ ઇઝરાયલનું ઓપરેશન ચાલુ છે. શનિવારે ઇઝરાયલ દ્વારા મોટા પાયે હવાઈ હુમલા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે 23 પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 23 મૃતદેહોને હોસ્પિટલોમાં લાવવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે.

આ પણ વાંચો: BCCI વિરાટ કોહલીને મનાવી શક્યું નહીં, ટૂંક સમયમાં નિવૃત્તિની લાગી શકે છે મહોર

9 ઇઝરાયલી સૈનિકો ઘાયલ થયા
આ પહેલા શુક્રવારે ઇઝરાયલે જબાલિયાના ઉત્તરીય વિસ્તાર પર હુમલો કર્યો હતો. જેમાં ચાર લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે. ગાઝા શહેરના શિજૈયાહમાં સર્ચ ઓપરેશન દરમિયાન વિસ્ફોટક ઉપકરણથી તેના નવ સૈનિકોને સહેજ ઇજા થઈ હતી તેને ઇઝરાયલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો બે મહિનાનો યુદ્ધવિરામ કરાર તૂટી ગયો હતો. આ પછી ઇઝરાયલે ગાઝામાં ફરી શરૂઆત કરી હતી.