October 8, 2024

PM નરેન્દ્ર મોદીને 75મું વર્ષ બેસતા જૂનાગઢમાં 75 કુંડી યજ્ઞનું આયોજન

જૂનાગઢઃ શહેર ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. ‘નમો હવનોત્સવ’ 75 કુંડી માર્કંન્ડેય મહાપૂજા સહ શાંતિ યાગ યજ્ઞ કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ હોવાથી 75 કુંડી યજ્ઞ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતા દ્વારા આ યજ્ઞ કરવામાં આવ્યો છે. શહેર ભાજપ અને દિલ્હીના પૂર્વ સાંસદ મહેશગીરીજી બાપુ દ્વારા સંયુક્ત રીતે આધ્યાત્મિક રીતે પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે.

જૂનાગઢ ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢના નગર દેવતા ભૂતનાથ મહાદેવ મંદિરે ‘નમો હવનોત્સવ’ 75 કુંડી માર્કંન્ડેય મહાપૂજા સહ શાંતિ યાગ યજ્ઞ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 74 વર્ષ પૂર્ણ થતાં હોય અને 75મા વર્ષમાં પ્રવેશ થતો હોવાથી 75 કુંડી યજ્ઞમાં 75 દંપતીએ આહુતિ આપી હતી.

આંતરરાષ્ટ્રીય કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતા દ્વારા આ યજ્ઞ કરવામાં આવ્યો હતો. શહેર ભાજપ અને દિલ્હીના પૂર્વ સાંસદ મહેશગીરીજી બાપુ દ્વારા સંયુક્ત રીતે આધ્યાત્મિક રીતે પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તેમની તંદુરસ્તી, આયુષ્ય, ભારતને વિશ્વગુરૂ બનાવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.