December 12, 2024

ખામેનીએ સીરિયા સંકટ પર કહ્યું- કંટ્રોલ રૂમ US-ઇઝરાયલમાં છે પરંતુ પડોશી…

Iran: ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેની સીરિયામાં તખ્તાપલટ બાદ બુધવારે પહેલીવાર જનતાની સામે દેખાયા. વિસ્તારના નવા વિકાસ વિશે લોકોને સંબોધિત કર્યા. સીરિયાના તખ્તાપલટ માટે અમેરિકા અને ઈઝરાયલને જવાબદાર ગણાવતા અલી ખમેનીએ કહ્યું કે, “કોઈએ શંકા ન કરવી જોઈએ કે સીરિયામાં જે કંઈ પણ થયું છે તે અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચેના સંયુક્ત ષડયંત્રનો ભાગ છે.”

સીરિયામાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેમાં સીરિયાના પડોશી દેશોની સરકારોએ સ્પષ્ટપણે ભૂમિકા ભજવી છે અને હજુ પણ ભજવી રહી છે. જો કે, મુખ્ય કાવતરાખોરો અને કંટ્રોલ રૂમ અમેરિકા અને ઝિઓનિસ્ટ શાસનમાં છે. અમારી પાસે આના પુરાવા છે જે કોઈના માટે શંકાને અવકાશ નથી.

આ પણ વાંચો: ગણતરીના કલાકોમાં સુરત પોલીસે છેડતી કરનાર નરાધમ મુસ્લિમ વિધર્મી યુવકને દબોચ્યો

ઈમામ ખામેનીએ બુધવારે તેહરાનમાં હજારો લોકોની સામે વિસ્તારના વિકાસ વિશે વાત કરી હતી. તેમજ આ વખતે તેણે ઈઝરાયલ અને અમેરિકા ઉપરાંત સીરિયાના પાડોશી દેશો પર નિશાન સાધ્યું છે. પોતાના આરોપો લગાવતી વખતે તેમણે એમ પણ કહ્યું કે સીરિયામાં જે કંઈ પણ થયું તે એક ષડયંત્રનો ભાગ છે અને કોઈને તેના પર શંકા ન હોવી જોઈએ.