જાણો રિકાંત પિટ્ટીની 0 થી 8,000 કરોડ રૂપિયા સુધીની સફર…
નવી દિલ્હી: રિકાંત પિટ્ટી ભારતની બીજી સૌથી મોટી ઓનલાઈન ટ્રાવેલ કંપની EaseMyTrip ના સહ-માલિક છે. 16 વર્ષની ઉંમરે રિકાંત, નિશાંત પિટ્ટી અને પ્રશાંત પિટ્ટી સાથે 2008માં EaseMyTrip ની સ્થાપના કરી હતી. કંપની શરૂ કર્યા બાદ સફળ રહી ન હતી પરંતુ પિટ્ટી ભાઈઓને આખરે તેમની મહેનતનું ફળ મળ્યું. માહિતી અનુસાર EaseMyTrip માર્ચ 2021માં સાર્વજનિક થયું હતું અને 2021 સપ્ટેમ્બરમાંમાં કંપની યુનિકોર્ન બની ગયી હતી. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન $1 બિલિયનને વટાવી ગયું હતું. 17 વર્ષની ઉંમરે રિકાંત પિટ્ટી પૈસા માટે શાળામાં મૂવી સીડી વેચતો હતો સાથે સાથે તેના પિતાના ધંધાને મદદ કરતો હતો. એક દિવસ તેના પિતાની ફ્લાઇટની ટિકિટ બુક કરતી વખતે રિકાંતે કંઈક અલગ અજુગતું જોવામાં આવ્યું હતુ.
ટિકિટ બુક કરતી વખતે ટ્રાવેલ એજન્ટ ઓનલાઈન કિંમત કરતા 1500 રૂપિયા વધુ વસુલતા હતા. રિકાંતના પિતા મહિનામાં 15 વખત ફ્લાઇટમાં અવર જવર કરતાં હતા જેના કારણે રિકાંત વાંરવાર ટિકિટ બુક કરતો હતો અને રિકાંતને લગભગ મહિનામાં 20,000 રૂપિયા વધારાના ચૂકવવા પડતા હતા. વધુ ફ્લાઇટની ચૂકવણી કરતાં રિકાંતને એક વિચાર આવ્યો અને તેણે પણ ઓનલાઈન ટિકિટ ખરીદવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં, એરલાઇન કંપનીને એક જ ખાતામાંથી સૌથી વધારે બુકિંગ જોવા મળ્યું હતું. આ જોતા જ એરલાઇન કંપનીએ રિકાંતને તેનો ટ્રાવેલ એજન્ટ બનવાની ઓફર કરી હતી. એરલાઇન કંપનીની ઓફર રિકાંતે સ્વિકારી લીધી અને કોલેજમાં ‘ડ્યુક ટ્રાવેલ્સ’ નામની ટ્રાવેલ એજન્સી ખોલી દીધી હતી.
એરલાઇન્સ સાથે ભાગીદારી કરવી અને ટ્રાવેલ એજન્ટ્સને પોસાય તેવી સસ્તી સ્થાનિક ફ્લાઇટ્સ પ્રદાન કરવાનો વિચાર આવ્યો હતો ત્યાર બાદ ડ્યુકે બલ્ક એસએમએસ દ્વારા જાહેરાત કરીને શરૂઆત કરી દીધી. નવાઇની વાત તો એ છે કે 25% ઓપન રેટ સાથે ડ્યુકે 2007 સુધીમાં 400 ટ્રાવેલ એજન્ટો સાથે ભાગીદારી કરી લીધી હતી. જેમાં રિકાંતને એક સમસ્યા જોવા મળી.જેમાં એરલાઇન્સ દરેક બુકિંગ પર માત્ર 2% જ કમિશન ઓફર કરતી હતી. રિકાંત જાણતો હતો કે આટલું ઓછું કમિશનનો ઉકેલ એરલાઇન્સ સાથે ભાગીદારી કરવાથી મળી જશે. તે એજન્ટોને 5% કમિશન ચૂકવશે અને 2% પોતાના માટે રાખશે.
રિકાંતે નવી કંપની શરૂ કરવા માટે પૂર્વ દિલ્હી સ્થિત એપાર્ટમેન્ટમાંથી એક બેડરૂમ ફ્લેટ રાખ્યો અને નવી કંપની શરૂ કરવા માટે તેના બે ભાઈઓ અને રૂ. 15 લાખ લીધા હતા. વર્ષ 2008માં EaseMyTrip (EMT)ની કંપની સ્થાપના કરી હતી.નવા સ્ટાર્ટપ સાથે EMT 2011માં 11,000 એજન્ટો પાસેથી 364Cr ના વોલ્યુમ મળ્યા હતા, પરંતુ 2% માર્જિન પર ટકી રહેવું રિકાંત માટે મુશ્કેલ હતું. રેકાંતે ગ્રાહકોને સીધી સેવા આપવાની હતી. ગ્રાહકો પર સીધું ધ્યાન કેન્દ્રિત કરીને EMTએ રૂ. 300 ના ભાવ લાભ સાથે તેઓ પહેલાં વર્ષથી 80% વપરાશકર્તાઓને કંપની સાથે જાળવી રાખતા હતા અને દરરોજ 20,000 થી વધુ ફ્લાઇટ ટિકિટો વેચતા હતા. માહિતી અનુસાર 2015 સુધીમાં EMTનું વેચાણ રૂ. 1500 કરોડ સુધી પહોંચ્યું હતું.
કોરોના સમય દરમિયાન રિકાંતના બિઝનેશનો ગ્રાફ ફરી નીચે જતો રહ્યો
જ્યારે MakeMyTrip અને Yatra નફો કમાવવા માટે જંગી રકમ એકત્ર કરી રહ્યા હતા, ત્યારે 2008થી EMT દર વર્ષે નફા સાથે 50% વધ્યું હતું. 2021માં EMT સાર્વજનિક થયું અને તેનો IPO 159.33 ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો અને તે ત્રીજી સૌથી મોટી ઓનલાઈન ટ્રાવેલ એજન્સી બની હતી. અને ત્યાર બાદ પછી કોરોનાકાળ શરૂ થયું હતું. કોરોના સમય દરમિયાન રિકાંતના બિઝનેશનો ગ્રાફ ફરી નીચે જતો રહ્યો હતો. તેમણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં EMTના 130 CR નફામાંથી તમામ રદ કરાયેલી ફ્લાઇટ બુકિંગના નાણાં પરત કરવાનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો. EMT વેચાણ રૂ. 105 કરોડના નફા સાથે રૂ. 3715 કરોડે પહોંચ્યું હતું. કોરોના માહમારી પછી 100% થી વધુ વૃદ્ધિ સાથે EMTએ વિશાળ યાત્રાને પાછળ છોડી દીધી હતી અને 2023 સુધીમાં રૂ. 8050 કરોડ સુધી પહોંચી ગઇ. બીજી બાજુ તેની કંપની રૂ. 0ના રોકાણની સાથે સાથે યુનિકોર્ન બની ગઇ હતી. જે જીરોધા અને ઝોહો પછી આવું કરનાર તે એકમાત્ર સ્ટાર્ટઅપ હતું.
આજે, EaseMyTrip પાસે 61,000 ટ્રાવેલ એજન્ટ્સ, 10 લાખ હોટલ ભાગીદારો, 400 આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એરલાઇન્સ અને 11 મિલિયનથી વધુ ગ્રાહકોનું નેટવર્ક છે. તે ભારતની બીજી સૌથી મોટી ઓનલાઈન ટ્રાવેલ એજન્સી છે. કૉલેજ છોડવાથી લઈને 4.22 CR લેમ્બોર્ગિની Urus પર્ફોર્મન્ટ ખરીદવા સુધી રિકાંત પિટ્ટીએ મોટુ સાહસ કરનાર વ્યક્તિને પ્રેરણા આપી છે.
ભારતની સૌથી પહેલી લેમ્બોર્ગિની Urus Performante ખરીદી
રિકાંત પિટ્ટીએ એક લાંબી પોસ્ટમાં જાહેર કર્યું કે તેઓ ‘ખાસ લીલા’ રંગની ભારતની પ્રથમ લેમ્બોર્ગિની Urus Performanteની માલિકી ધરાવે છે. તેણે આ કાર 24 સપ્ટેમ્બર 2023ના રોજ ખરીદી હતી. માહિતી અનુસાર આ લક્ઝરી એસયુવીની કિંમત 4.22 કરોડ રૂપિયા છે. તેની નવી કાર ખરીદીનો ફોટો શેર કરતા રિકાંતે LinkedIn પર લખ્યું, ֹ‘વ્યક્તિગત રૂપથી 19 વર્ષથી મેં લમ્બોરગીની રાખવાનું સપનું જોયું હતું. 2021માં મારી પાસે તે થઈ શક્યું હોત, પરંતુ COVID-19ની વિશ્વને અસર કરતી હોવાથી મેં અન્ય લોકોને મદદ કરવાનું પસંદ કર્યું હતું. મેં ઘણી NGO અને હોસ્પિટલોને ઓક્સિજન કોન્સેન્ટ્રેટર દાનમાં આપ્યા છે. ગઈકાલે જ મને મારી ડ્રીમ કાર મળી. ક્યારેય હાર ન માનવી અને સપનાને સાકાર કરવા અને સખત મહેનતની તાકાત વિશે છે. આ કારની આ યાદીમાં અબજોપતિ મુકેશ અંબાણી અને અદાર પૂનાવાલા તેમજ રણવીર સિંહ, જુનિયર એનટીઆર, રજનીકાંત, કાર્તિક આર્યન અને રોહિત શેટ્ટીનો સમાવેશ થાય છે.