કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણ લોકસભાના બીજેપી ઉમેદવારનો ડોર ટુ ડોર પ્રચાર
રાજેશ ભજગોતર, દીવઃ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણ લોકસભા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર લાલુ પટેલને ભાજપ પક્ષે ચોથી વખત રિપિટ કર્યા છે. ત્યારે ચૂંટણી પ્રચાર માટે કાર્યકરો સાથે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ગામે લાલુ પટેલ અને દીવના તમામ કાર્યકરો મોટી સંખ્યામાં ડોર ટુ ડોર પ્રચાર કરવા લોકોની સમક્ષ ગયા હતા.
વણાકબારા ગામના મહાકાલેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા કરી ધજા ચઢાવીને લાલુ પટેલે દીવ પ્રદેશમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. પ્રચારમાં બીજેપી પક્ષની મહિલા કાર્યકરો અને અગ્રણીઓનો કાફલો સાથે લઈ લાલુ પટેલ વણાકબારા ગામની ગલીઓમાં ફર્યા હતા.આ સમયે લાલુ પટેલના પત્ની પણ ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા. લોકોની વચ્ચે જતા લાલુ પટેલને લોકોએ અનેક પ્રશ્નો કર્યા હતા. ત્યારે લાલુ પટેલે ફરી વાયદાઓ કર્યા હતા અને લોકોની મુશ્કેલીનું સમાધાન લાવવાને બદલે આ સમયે ચૂંટાઈ જઇશું એટલે પ્રશ્નોનું નિરાકરણ લાવીશું તેવા વાયદાઓ કર્યા હતા. દીવ-દમણના સાંસદ રહી ચૂકેલા લાલુ પટેલને લોકોએ ઓળખ્યા નહીં. ત્રણ ત્રણ ટર્મથી ચૂંટાઈ આવેલા લાલુ પટેલની સાંસદ તરીકેની ઓળખાણ કાર્યકરોએ આપવી પડી હતી.
આ પણ વાંચોઃ સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ મામલે સતત બીજા દિવસે તાપીમાં સર્ચ ઓપરેશન
તેમણે ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, ‘કાર્યકરોને લઈને આજે ડોર ટુ ડોર પ્રચાર કરવા જઈ રહ્યો છું. લોકો મોદીને મત આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. કંઈ બનાવવા માટે કઈ તોડફોડ કરવી પડી. થોડી તકલીફ પડશે ફરી સારું જ થશે. પર્યટકો અને દીવ દમણવાસીઓ માટે જ છે આ બધુ.’
બીજેપી ઉમેદવાર લાલુ પટેલને દરેક નાના મોટા લોકોને બીજેપી મત આપવા જણાવેલું. જ્યારે તેમના પત્નીએ ચોખા આપી ગયેલા તે વાત યાદ કરાવીને પરિચય આપ્યો હતો. બીજેપીને મત આપવા કહેલું. ડોર ટુ ડોર પ્રચાર કાર્યક્રમમાં દીવના કાર્યકરોએ પૂરો સાથ આપ્યો હતો. લાલુ પટેલ નાના ભૂલકાઓને પણ મળ્યા અને દરેક વડીલ લોકોને પગે લાગી તેમના આશીર્વાદ લીધા હતા. લોકોની વચ્ચે રોડ-રસ્તા અને પાણીના પ્રશ્નોને સામાન્ ગણાવ્યા હતા અને વિકાસ માટે થતી તકલીફો વેઠવા જણાવ્યુ હતુ. ફરી સગવડતા મળશે તેની ખાતરી આપી હતી.
ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારમાં નાની નાની ગલીઓમાં એક એક ઘરે ફરીને લાલુને જીત મળશે તેવી આશા બંધાઈ હતી. પરંતુ લોકોને થતી અગવડતાથી શું લોકો લાલુ પટેલને ફરી મત આપશે એ તો આવનારા સમયની મતપેટી ખૂલશે ત્યારે ખ્યાલ આવશે.